Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 15 નવેમ્બરે બપોરે 3 વાગ્યે બાગડોગરા જવા રવાના થનારી સ્પાઈસજેટ (SpiceJet)ની ફ્લાઈટ SG-637 અચાનક રદ (Flight Cancelled) કરી દેવામાં આવી છે. કોઈ પૂર્વ સૂચના વિના ફ્લાઈટ કેન્સલ થતાં તમામ મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા અને ટર્મિનલ પર ભારે હોબાળો મચ્યો હતો.
Flight Cancelled : એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો અને રોષ
ફ્લાઈટ રદ થવાની જાહેરાત થતાં જ મુસાફરોએ એકઠા થઈને એરલાઈન્સના કાઉન્ટર(Sardar Vallabhbhai Patel International Airport) પર વિરોધ નોંધાવ્યો હતો. મુસાફરોનો આક્ષેપ છે કે ફ્લાઈટ રદ થયા બાદ તેમને ન તો વૈકલ્પિક ફ્લાઈટની સુવિધા અપાઈ કે ન તો ટિકિટના રિફંડ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ. એરલાઈન્સના સ્ટાફ તરફથી સંતોષકારક ઉત્તરને બદલે ઉડાઉ જવાબ મળતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ટિકિટ રિફંડ અને મુસાફરી ખોરવાતા હાલાકી
બાગડોગરા જનારા મુસાફરોએ આગળના પ્રવાસ અને હોટલ બુકિંગનું આયોજન કર્યું હોવાથી અચાનક ફ્લાઈટ રદ થતાં તેમને આર્થિક અને માનસિક હાલાકી ભોગવવી પડી છે. રિફંડની પ્રક્રિયામાં પણ મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ મુસાફરોએ કરી હતી.
આર્થિક સંકટને કારણે સેવાઓ પ્રભાવિત
સ્પાઈસજેટની ફ્લાઈટ્સ મોડી પડવાની કે અચાનક રદ થવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી સતત ચાલી રહી છે. એરલાઈન્સ હાલ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી હોવાથી તેની સીધી અસર ફ્લાઈટ સંચાલન પર પડી રહી છે, જેનો ભોગ સામાન્ય મુસાફરો બની રહ્યા છે.
આ પણ વાંચો: દિવાળી વેકેશન બગડ્યું! અમદાવાદ-દુબઈ ફ્લાઈટ રદ થતાં મુસાફરો સ્ટાફ સાથે બાખડ્યા
આ પણ વાંચો: ઈન્ડિગો ફ્લાઈટના ધાંધિયા ચાલુ , 79 ફ્લાઈટ રદ્દ :અમદાવાદ એરપોર્ટ પર NSUI-યૂથ કોંગ્રેસનો વિરોધ
આ પણ વાંચો: એર ઈન્ડિયા તેમજ વિસ્તારાની ટેકનિકલ ખામીઓનો મુદ્દો ફરી ચર્ચામાં, ફ્લાઈટ રદ થતાં મુસાફરોમાં રોષ
