Food Recipe/ મકાઈની મસાલા બાટી….દરેક કોળિયામાં મળશે રાજસ્થાની સ્વાદ…નોંધી લો રેસિપી…

મકાઈની બાટી (Makai Masala Bati) ખાવામાં ઘણી જ ટેસ્ટી લાગે છે. એને ઘી અને ગરમાગરમ કઢી સાથે પીરસવામાં આવે છે…

Trending Food Lifestyle
Makai Masala Bati...રાજસ્થાનની પરંપરાગત easy વાનગી...સરળ 6 સ્ટેપ્સમાં બનાવો!

Food Recipe: ઠંડીના દિવસોમાં બાજરા અને મકાઈના લોટથી બનાવેલી વિવિધ પ્રકારની ડિશ ખાવામાં આવે છે. જો તમને મકાઈનો સ્વાદ પસંદ હોય તો રાજસ્થાનમાં બનાવવામાં આવતી મકાઈની મસાલા બાટી (Makai Masala Bati Recipe) અવશ્ય ખાવી. મકાઈની બાટી ખાવામાં ઘણી જ ટેસ્ટી લાગે છે. એને ઘી અને ગરમાગરમ કઢી સાથે પીરસવામાં આવે છે. એક વાર જો તમે આ મકાઈની બાટી ખાશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો. એને બનાવવાનું પણ સરળ છે. તો ચાલો જાણીએ મકાઈની બાટી (Spiced Maize Flour Bati) બનાવવાની રેસિપી…

શી રીતે બનાવશો મકાઈની બાટી? (Makai Masala Bati Recipe)

આ રાજસ્થાની બાટી (Rajasthani Dish) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

બે કપ મકાઈનો લોટ

1 નાની ચમચી આખા ધાણા

1/4 ચમચી જીરું

1/2 ચમચી વરિયાળી

1 નાની ચમચી કસૂરી મેથી

1 લીલું મરચું

1/4 નાની ચમચી હીંગ

1 નાની ચમચી પાપડ ખાર

1 મોટી ચમચી દેશી ઘી

1-2 ચમચી તાજી કોથમીર

સ્વાદાનુસાર મીઠું

આવશ્યકતા અનુસાર પાણી

Makai Masala Bati Ingredients
Makai Masala Bati Ingredients

બાટી માટે આલુ મસાલા સામગ્રી

1 નાની ચમચી તેલ

1/4 નાની ચમચી હીંગ

1/2 ચમચી જીરું

1/4 કપ લીલા વટાણા

1 બાફેલું બટાટું

1 બારીક સમારેલું મરચું

1 નાની ચમચી આખા ધાણા

1 નાની ચમચી સમારેલી કોથમીર

1/4 નાની ચમચી હળદર

1/2 ચમચી લાલ મરચું

સ્વાદાનુસાર મીઠું

Makai Masala Bati Recipe
Makai Masala Bati Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ બાટીનો લોટ તૈયાર કરવાનો રહેશે. આ માટે એક મોટા વાસણમાં મકાઈનો લોટ (Maize Flour) લેવો.

2. એમાં મીઠું, અધકચરા આખા ધાણા, જીરું વરિયાળી, કસૂરી મેથી, બારીક સમારેલું લીલું મરચું, હીંગ, પાપડ ખાર, કોથમીર અને દેશી ઘી મિક્સ કરો. થોડું-થોડું નવશેકુ પાણી ઉમેરતા જઇને સારી રીતે લોટ બાંધી લો. લોટને થોડીક વાર સારી રીતે મસળી લો અને એક તરફ ઢાંકીને મૂકી દો.

3. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને એમાં હીંગ તથા જીરુ ઉમેરવું. ત્યાર બાદ, લીલા વટાણા, બાફેલું બટાટું, સમારેલા લીલા મરચાં, ધાણા, હળદર, લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો. એમાં સમારેલી કોથમીર મિક્સ કરવી અને તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરવી.

4. આ સામગ્રીને 2-3 મિનિટ સુધી પકાવવી. તમારો બાટીમાં સ્ટફિંગ માટેનો આલુ મસાલો (Aloo Masala Stuffing) તૈયાર છે.

5. હવે બાંધેલા લોટના નાના લુવા બનાવો અને હાથથી થોડા ચપટા કરી લેવા અને વચ્ચે તૈયાર આલુ મસાલા સ્ટફ કરી લેવો. પછી બાટીને વાળીને સારી રીતે બંધ કરી લેવી.

6. તૈયાર બાટીઓને 10 મિનિટ સુધી વરાળે બાફી લેવી. ત્યાર બાદ એમને ધીમા તાપે દેશી ઘીમાં લગભગ 15-20 મિનિટ શેકવી. બાટીઓને વચ્ચે વચ્ચે ઉલટાવતા રહેવી જેથી એ સોનેરી અને કુરકુરી બની જાય.

તો તૈયાર છે તમારી પરંપરાગત મસાલા મકાઈ બાટી (Traditional Makai Bati)….જેની ઉપર દેશી ઘી ઉમેરો અને એને ગરમાગરમ કઢી સાથે સર્વ કરો. શિયાળાની આ વાનગી (Winter Recipe) ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો: દિવાળીના અવસરે બનાવો મહેમાનો માટે મસાલા મઠરી…ચાની મજા બમણી થઈ જશે!

આ પણ વાંચો: કોલકાતાની ફેમસ સ્ટ્રીટ ચાટ…આલુ કાબલી બનાવવાની સરળ રેસિપી…ચટકારા લઇને ખાશો!