Valsad News/ વલસાડના વાપીમાં SOGની કાર્યવાહી, સોપારી ભરેલી 10 ટ્રક ઝડપાઈ, કર્ણાટકથી આવેલા જથ્થાના દસ્તાવેજોની તપાસ શરૂ

વલસાડના વાપીમાં SOGએ સોપારી ભરેલી 10 ટ્રક ઝડપી, કર્ણાટકથી જથ્થો આવ્યાનું ખુલ્યું, GST અને ઈ-વે બિલમાં ગેરરીતિની આશંકા

Others Gujarat Breaking News
sog

Valsad News: વલસાડ જિલ્લાના વાપીમાં SOGએ મોટી કાર્યવાહી કરીને સોપારી ભરેલી 10 ટ્રક ઝડપી પાડી છે. ટ્રકોમાં આવેલી સોપારીની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ સોપારી કર્ણાટકથી આવી હોવાનું ખુલ્યું છે.

સોપારી ચોરીની કે બિલ વગરની? 

સોપારીના 10 ટ્રક ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. આ સોપારી ચોરીની છે કે બિલ વગરની તે અંગે SOG દ્વારા સોપારીના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

10 ટ્રકમાં કેટલા કરોડની સોપારી? અસલી માલિક કોણ?

10 ટ્રકમાં કેટલા કરોડની સોપારી (Supari) ભરેલી હતી અને આ જથ્થાનો અસલી માલિક કોણ છે, તે અંગે તપાસ ચાલી રહી છે. આ જથ્થો વાપી (Vapi)ના કયા વેપારી સુધી પહોંચવાનો હતો, તે પણ તપાસનો મુદ્દો છે.

GST અને ઈ-વે બિલમાં ગેરરીતિની આશંકા

આ મામલામાં (GST) અને ઈ-વે બિલમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોપારીની આડમાં ટેક્સ ચોરીનું નેટવર્ક ચાલતું હોવાની શક્યતા પણ તપાસના દાયરામાં છે. કર્ણાટકથી વાપી સુધી આ નેટવર્ક કોણ ચલાવે છે, તે પણ મોટો સવાલ છે.

SOGની તપાસ કોના સુધી પહોંચશે?

હવે જોવાનું એ રહેશે કે SOGની તપાસ માત્ર ટ્રકચાલકો કે વેપારીઓ સુધી જ સીમિત રહે છે કે નેટવર્ક ચલાવતા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચે છે.