Health News/ પેન્ક્રિયાટિક કેન્સરનો યુવાના બની રહ્યાં છે શિકાર…ભારતમાં કેસ ઓછા પણ મૃત્યુદર વધારે!

Pancreatic Cancer ના કિસ્સાઓમાં એક એવું પરિવર્તન જોવા મળ્યું છે જેને નજરઅંદાજ કરી શકાય એમ નથી. કેટલાક વર્ષો પહેલા આને વડીલોની બીમારી…

Trending Health & Fitness Lifestyle
Pancreatic Cancer...ભારતમાં વધી રહ્યું છે આનું Risk અને મૃત્યુદર! વર્ષે 10,000 થી 14,000 new કેસ!

Health News: ભારતમાં પેન્ક્રિયાટિક કેન્સર (Pancreatic Cancer)ના કિસ્સા પશ્ચિમી દેશોની સરખામણીએ ઓછા છે પરંતુ એનાથી થતા મોતનો આંકડો ઘણો મોટો છે. આનુ સૌથી મોટું કારણ છે કેન્સરની મોડેથી જાણ થવી! શરુઆતમાં તો આ બીમારીના સ્પષ્ટ સંકેતો દેખાતા નથી અને લોકો એના લક્ષણો વિશે જાગૃત પણ નથી. આથી જ્યારે પણ ખબર પડે છે ત્યા સુધી તો ટ્યુમરને ઓપરેશન કરીને કાઢવું લગભગ અસંભવ બની જાય છે!

ઑન્કોલોજીસ્ટ નિષ્ણાત તબીબના જણાવ્યા અનુસાર, 30 થી 40 વર્ષના એવા લોકોમાં પણ સ્વાદુપિંડનું કેન્સર  થઈ રહ્યું છે કે જેમને ન તો સ્મોકિંગની આદત છે કે ન તો વર્ષો જૂના ડાયાબિટિસનો ઈતિહાસ!

ભારતમાં પેન્ક્રિયાટિક કેન્સરના કિસ્સા (Pancreatic Cancer in India)

પ્રાપ્ત આંકડા આનુસાર, ભારત (India)માં દર વર્ષે દર 1 લાખ પુરુષોમાં 0.5 થી 2.4 અને દર 1 લાખ મહિલાઓ પૈસી 0.2 થી 1.8 કેસ આવે છે. આ આંકડા યૂરોપ તથા અમેરિકાથી ઘણા જ ઓછા છે. કુલ મળીને દેશમાં દર વર્ષે લગભગ 10,000 થી 14,000 નવા કેસ આવે છે. કેસના હિસાબા આ કેન્સરનો આંક 24 મો છે પરંતુ મૃત્યુના હિસાબે 18 મા નંબર પર છે!

મોટા ભાગના દર્દીઓમાં જ્યારે કેન્સર ફેલાઈ જાય છે અથવા તો લોહીની મોટી નળીઓ સાથે સંલગ્ન થઈ જાય છે ત્યારે એની જાણ થાય છે. વ્હીપલ પ્રોસીજર અથવા પેન્ક્રિયાઝના બોડી અને ટેલ નીકાળવા જેવી સર્જરી જ એનો ઈલાજ છે, પરંતુ ફક્ત 15 થી 20 ટકા જ દર્દીઓનું ટ્યૂમર ઓપરેશનને લાયક હોય છે! બાકીના દર્દીઓને કીમોથેરાપી, રેડિયેશન, ટારગેટેડ થેરાપી અને પૈલિએટિવ કેરથી જીવન થોડું વધારી શકાય છે. આ કેન્સરનું પ્રમાણ ઓછું છે એટલે લોકોને એના વિશે ઓછી જાણકારી છે. બીમારી જ્યારે ગંભીર સ્ટેજમાં પહોંચે ત્યારે જ આની જાણ થતી હોય છે કારણ કે લોકોને એના લક્ષણો વિશે જાણકારી જ નથી હોતી!

યુવાનોમાં પેન્ક્રિયાટિક કેન્સર (Pancreatic Cancer in Youth)
યુવાનોમાં પેન્ક્રિયાટિક કેન્સર (Pancreatic Cancer in Youth)

યુવાનોમાં પેન્ક્રિયાટિક કેન્સર (Pancreatic Cancer in Youth)

પેન્ક્રિયાટિક કેન્સરના કિસ્સાઓમાં એક એવું પરિવર્તન જોવા મળ્યું છે જેને નજરઅંદાજ કરી શકાય એમ નથી. કેટલાક વર્ષો પહેલા આને વડીલોની બીમારી માનવામાં આવતી હતી જે વય વધવાની સાથે, તમાકુ અથવા તો વર્ષો જૂના ડાયાબીટીસ (Aging, Tobacco or Diabetes) સાથે જોડાયેલી ગણાતી. પમ હવે ગ્લોબલ ડેટા બદલાઈ રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોમાં 50 થી ઓછી વયના લોકોમાં આના કેસ સતત વધી રહ્યાં છે. ભારતમાં આ તસ્વીર હજુ સ્પષ્ટ નથી પણ ઘણા કેન્સર સેન્ટરોમાં 30ના આખરી વર્ષો વાળા દર્દીઓ પણ આવી રહ્યાં છે જેમાં ઘણાને તો ડાયાબિટીસ પણ નથી જેને એનું ક્લાસિક લક્ષણ માનવામાં આવતુ હતુ. ભારતીય દર્દીઓમાં આ બીમારી પશ્ચિમી દેશોની સરખામણીએ એક દાયકા વહેલી જ જણાઈ રહી છે. સ્થૂળતા, બેસી રહેવાની લાઇફ સ્ટાઈલ, વધુ શરાબ સેવન, સ્મોકિંગ, ગુટખા તમાકુ અને ક્રોનિક પેન્ક્રિયાટાઈટિસ જેવા કારણો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

પેન્ક્રિયાટિક કેન્સરના લક્ષણો (Pancreatic Cancer Symptoms)
પેન્ક્રિયાટિક કેન્સરના લક્ષણો (Pancreatic Cancer Symptoms)

પેન્ક્રિયાટિક કેન્સરના લક્ષણો (Pancreatic Cancer Symptoms)

પેન્ક્રિયાઝ (Pancreas) પેટની અંદર, જઠરની પાછળ ઊંડાણમાં રહેલા હોય છે આથી જો ટ્યૂમર (Tumor) વધે તો સામાન્ય તપાસમાં હાથ દ્વારા મહેસૂસ નથી થતું અને જ્યારે લક્ષણ દેખાય તો રોજીંદી સામાન્ય ફરિયાદો જેવા જ લાગે છે. આ લક્ષણોમાં પેટના ઉપરના ભાગમાં અથવા પીઠમાં હળવી પીડા થવી, પેટ ફૂલવું, અપચો, થાક અને ભૂખ ઓછી લાગવી સામેલ છે. યુવાન દર્દીઓ એમાં કેન્સરના નહિં પણ એસિડિટી અથવા સ્ટ્રેસના લક્ષણો સમજી લેતા હોય છે. એન્ટાસિડ અને ઘરગથ્થુ નુસખા કરે છે અને યોગ્ય ટેસ્ટ થતા થતા તો મહિનાઓ નીકળી જાય છે અને બીમારી ગંભીર બની જાય છે.

આ લક્ષણો પર ધ્યાન આપો 

સ્કિન અને આંખો પીળી પડે, સાથે ઘટ્ટ પીળો પેશાબ આવવો, હળવું મળ આવવું અથવા ખંજવાળ થવી જે બાઈલ ડક્ટના બ્લોક હોવા તરફ ઈશારો કરે છે. વિના કારણે વજન ઘટવું અને પેટની ઉપરના ભાગમાં સતત દર્દ થવું જે પીઠ સુધી પહોંચે તો આ રેડ સિગ્નલ છે. આ રીતે અચાનક ડાયાબિટીસ થવો, ખાસ કરીને 50 પછી સ્થૂળ થયા વિના અચાનક ડાયાબિટીસ નિયંત્રણ બહાર જવો આ એના લક્ષણો છે.

જોકે આનો અર્થ એ બિલકુલ એ નથી કે તમને કેન્સર હોય જ…આ લક્ષણો વાળા મોટા ભાગના લોકોને કેન્સર નહિં હોય. પણ જો આ લક્ષણો સતત જણાય તો એની તપાસ કરાવવી આવશ્યક છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: બજેટ 2026માં કેન્સરની દવાઓ સસ્તી અને આયુષ્માન ભારત માટે કરોડોની જાહેરાત

આ પણ વાંચો: જાપાનમાં ટ્રી ફ્રોગમાં મળી આવ્યાં શક્તિશાળી એન્ટી કેન્સર ડ્રગ, એક ડોઝથી જ કેન્સર ખતમ…!!

આ પણ વાંચો: સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો બન્યા કેન્સરનો ભોગ, બ્રસ્ટ અને મોઢાના કેન્સરના કેસોમાં થયો વધારો