Food Recipe/ શિયાળામાં હૅલ્ધી નાસ્તો છે મગની દાળ અને પાલખની ચીલા…પ્રોટીન અને આયર્નથી ભરપૂર…

ડાયેટિંગ કરનારા કે વેઇટ લોસ જર્નીમાં જોડાયેલા લોકો એને પોતાના ડાયેટમાં સામેલ કરી શકે છે. આ નાસ્તા Moong Dal Palak Chilla ની રેસિપી…

Trending Food Lifestyle
Moong Dal Palak Chilla...આ Super Healthy વાનગીને એક વાર અવશ્ય બનાવો! 7 સ્ટેપ રેસિપી!

Food Recipe: ઠંડીના દિવસોમાં કંઇક સારું ખાવાનું મન થાય તો નાસ્તામાં મગની દાળ અને પાલખના ચીલા (Moong Dal Palak Chilla Recipe) બનાવીને ખાઈ શકાય છે. મગની દાળના ચીલા અર્થાત્ પુડલા તો તમે ઘણી વાર ખાધા હશે પણ એમાં પાલખનો ટ્વિસ્ટ નાસ્તાને ઓર મજેદાર બનાવી દેશે! આ નાસ્તામાંથી શરીરને ભરપૂર પ્રોટીન અને આયર્ન (Protein & Iron) મળે છે અને સૌથી મહત્વની બાબત એ છે કે આ નાસ્તામાં ઘણી જ ઓછી કેલરી હોય છે જેથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. ડાયેટિંગ કરનારા કે વેઇટ લોસ જર્નીમાં જોડાયેલા લોકો એને પોતાના ડાયેટમાં સામેલ કરી શકે છે. આ નાસ્તાને બનાવવાનું ઘણું જ સરળ છે. આ મગની દાળ અને પાલખના ચીલાની રેસિપી એક વાર અવશ્ય ટ્રાય કરવી જોઈએ.

બ્રેકફાસ્ટ માટે ચીલા કે પુડલા શ્રેષ્ઠ ઓપ્શન

સવારના નાસ્તામાં કશુંક એવું ખાવું જોઇએ કે જે સ્વાદિષ્ટ હોય અને જેને બનાવવું સરળ પણ હોય! જેને ખાવાથી શરીરને ઉત્તમ પોષણ પ્રાપ્ત થાય એવી વસ્તુમાંથી વાનગી બનાવીને ખાવી જોઇએ. આ માટે મગની દાળ અને પાલખના ચીલા (Moong Dal Palak Chilla Recipe) ઉત્તમ વિકલ્પ છે.

નાસ્તો તો એવો હોવા જોઇએ કે જે ખાવાથી પેટ ભરાઇ જાય અને સ્વાદ પણ આવે! સવારે બ્રેકફાસ્ટ માટે ચીલા શ્રેષ્ઠ ઓપ્શન છે. જો તમે ચણાના લોટ અને સોજીના ચીલા ખાઇ-ખાઇને કંટાળી ગયા હો તો આ મગની દાળ અને પાલખના ચીલા બનાવો….એ તદ્દન જાળીદાર અને નરમ મુલાયમ બનશે…એને ગરમાગરમ ખાવાની મજા જ કંઇ ઓર છે!

સવાર-સવારમાં કામકાજની દોડાદોડીમાં સમય ઓછો મળતો હોય છે અને એવામાં ફટાફટ નાસ્તો બની જાય તો એવી રેસિપી ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, બધાની પ્રિય બની જાય છે. આવી જ એક વાનગી (Recipe) અમે તમારા માટે લઇને આવ્યા છીએ, અને એ છે   હાઈ પ્રોટીન ચીલા!

આ ચીલા બનાવવા માટે તમારે દાળને પલાળવાની રહેશે. મગદાળના ચીલા વજન ઘટાડવા (Weight Loss) માટે બેસ્ટ ઓપ્શન છે જેને ખાવાથી તમારું પેટ પણ ભરેલું રહેશે! આથી વારંવાર ભૂખ પણ નહિં લાગે…તો ચાલો વિના વિલંબે જાણી લઇએ કે,  મગની દાળ અને પાલખના ચીલા શી રીતે બનાવી શકાય અને એ માટે તમને કઇ-કઇ સામગ્રીની આવશ્યકતા રહેશે?

શી રીતે બનાવશો મગની દાળ અને પાલખના ચીલા? (Moong Dal Palak Chilla Recipe)

મગ દાળ અને પાલખના ચીલાની રેસિપી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Moong Dal Palak Chilla Ingredients
Moong Dal Palak Chilla Ingredients

સામગ્રી

2 કપ ફોતરાવાળી મગની દાળ

અડધો કપ પાણી

2 લીલા મરચાં

3-4 લસણની કળી

1 નાના ટુકડો આદુ

1 નાની ચમચી જીરું

સ્વાદાનુસાર મીઠું

100 ગ્રામ પાલખના પાન

Moong Dal Palak Chilla Recipe
Moong Dal Palak Chilla Recipe

બનાવવાની વિધિ (Moong Dal Palak Chilla Recipe)

1. સૌપ્રથમ ફોતરાવાળી મગની દાળ (Splited Moong dal)ને 2 કપ જેટલી લઈને એને સારી રીતે ધોઈને આખી રાત પાણીમાં પલાળી રાખવી. જો કે ફોતરાવાળી મગની દાળ હોય તો 3-4 કલાક પણ પૂરતા છે. આખા મગ હોય તો રાતભર પલાળવાના રહેશે.

2. હવે તમામ પાણી કાઢીને દાળને પીસી લેવી. વાટતી વખતે એમાં અડધો કપ પાણી અથવા આવશ્યકતા અનુસાર પાણી વાપરવું. એમાં 2 લીલા મરચાં, 3-4 લસણની કળી અને એક નાનો ટુકડો આદુ ઉમેરી દેવો. ફ્લેવર માટે જીરું અને મીઠું પણ મિક્સ કરવા.

3. મિક્સર જારમાં વાટીને એક સરસ બેટર બનાવી લેવું અને એક બાઉલમાં કાઢીને થોડી વાર ફેંટી લેવું. આમ કરવાથી બેટર ફ્લફી થાય છે અને રિઝલ્ટ સારું મળે છે.

4. હવે 1 કપ જેટલા તાજા પાલખના પાન (Spinach Leaves) લેવા અને એમને સારી રીતે ધોઈને ઝીણા સમારી લેવા. સમારેલી પાલખને મગની દાળના મિશ્રણમાં ઉમેરી દેવી અને સારી રીતે હલાવી લેવું.

5. તમે ઈચ્છો તો પાલખને થોડી સ્ટીમ કરીને એનો પલ્પ બનાવીને પણ મિક્સ કરી શકો છો.

6. એક તવો ગરમ કરીને અને તેલથી ગ્રીસ કરીને મગની દાળ અને પાલખના મિશ્રણને પુડલાની જેમ ફેલાવી દેવું.

7. બંને તરફ સારી રીતે શેકી લેવું. જરુર પડ્યે તેલ ઉમેરવું. આ રીતે તમામ ચીલા તૈયાર કરી લેવા.

તો તૈયાર છે તમારા મગદાળ અને પાલખના ચીલા….જેને તમે નાસ્તા અથવા ડિનર (Dinner)માં લીલી ચટણી, સૉસ અથવા અથાણા કે ચા સાથે આરામથી ખાઈ શકો છો. શિયાળા માટે આ એક સુપર હૅલ્ધી નાસ્તો (Healthy Breakfast Winter Recipe) છે.


આ પણ વાંચો:મગની દાળ, ચોખા અને મગફળીને પલાળીને બનાવો હરિયાળી પનીર ચીલા…બ્રેકફાસ્ટ માટે હૅલ્ધી ઑપ્શન..!

આ પણ વાંચો: ચીલા-પરોઠાને ભૂલી જશો…જ્યારે ચાખશો ક્રિસ્પી મહારાષ્ટ્રીયન ‘ઘાવન’…બાળકો ફરમાઇશ કરશે વારંવાર!

આ પણ વાંચો: પ્રોટીન શરીર માટે આવશ્યક…સવારના નાસ્તામાં ખાઓ હાઈ-પ્રોટીન ચીલા…સ્વાદ સાથે સ્વાસ્થ્યની સંભાળ!