Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad News/ AMC નો નવો તુક્કો! સોશિયલ મીડિયા પ્રચાર માટે ₹2 કરોડનો ખર્ચ, ઈન્ફ્લુએન્સર કરશે વાહવાહી

AMC દ્વારા સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ડિજિટલ પ્રચાર માટે બે વર્ષના કોન્ટ્રાક્ટની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે

November 19, 2026Nikunj Patel
Gujarat Ahmedabad
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે સોશિયલ મીડિયા મારફતે પોતાની કામગીરીનો પ્રચાર-પ્રસાર (Social Media Promotion)કરવા કરોડો રૂપિયા ખર્ચવાની તૈયારી કરી રહ્યું છે

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે સોશિયલ મીડિયા મારફતે પોતાની કામગીરીનો પ્રચાર-પ્રસાર (Social Media Promotion)કરવા કરોડો રૂપિયા ખર્ચવાની તૈયારી કરી રહ્યું છે. મ્યુનિ. તંત્રના Instagram, Facebook, X અને YouTube એકાઉન્ટને વધુ સક્રિય બનાવવા તેમજ યુવા વર્ગ સુધી પહોંચવા માટે એજન્સીની નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કામગીરી પાછળ બે વર્ષમાં GST સહિતનો ખર્ચ અલગ રાખીને અંદાજે ₹2.16 કરોડ ખર્ચવાની (AMC Spending)યોજના છે.

સોશિયલ મીડિયા પ્રચાર પાછળ ₹2.16 કરોડનો ખર્ચ

AMC દ્વારા સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ડિજિટલ પ્રચાર માટે બે વર્ષના કોન્ટ્રાક્ટની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. આ કામગીરી ‘ઈવીએમ કન્સલ્ટન્સી’ને સોંપવાની યોજના છે. એજન્સી મ્યુનિ.ના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ, વીડિયો અને રીલ્સ તૈયાર કરીને મૂકશે, જેથી કોર્પોરેશનના ફોલોઅર્સ વધે અને તેની કામગીરી વધુ લોકો સુધી પહોંચે.

ખર્ચનો અંદાજ ₹60 લાખથી વધીને ₹1.08 કરોડ

આ દરખાસ્તને લઈને ખર્ચમાં થયેલો વધારો પણ ચર્ચાનો વિષય બન્યો છે. થોડા મહિના અગાઉ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે વાર્ષિક ₹60થી 70 લાખનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જોકે, તે સમયે કોઈ એજન્સી કામ કરવા તૈયાર ન થતાં રિ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે નવા ટેન્ડર (AMC Tender)બાદ વાર્ષિક ખર્ચ વધારીને ₹1.08 કરોડ કરવામાં આવ્યો છે. બે વર્ષનો કુલ ખર્ચ ₹2.16 કરોડ થશે, જ્યારે GST અલગથી ચૂકવવાનો રહેશે.

દરરોજ ત્રણ પોસ્ટ અને રીલ મૂકવાની જવાબદારી

નવી વ્યવસ્થા હેઠળ એજન્સીએ AMCના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દરરોજ ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ અથવા રીલ મૂકવાની રહેશે. તેમાં મ્યુનિ.ની વિકાસ કામગીરી, વિવિધ પ્રોજેક્ટ, નાગરિક સુવિધાઓ અને અન્ય પ્રવૃત્તિઓને ડિજિટલ માધ્યમથી રજૂ કરવામાં આવશે. યુવા પેઢી ખાસ કરીને Gen Z સુધી પહોંચવા માટે વીડિયો અને રીલ્સ આધારિત પ્રચાર પર ભાર મૂકવામાં આવશે.

હોર્ડિંગ્સથી સોશિયલ મીડિયા સુધી પ્રચારની પદ્ધતિ બદલાઈ

અત્યાર સુધી AMC દ્વારા મોટા હોર્ડિંગ્સ, બેનરો અને પત્રિકાઓ મારફતે પ્રચાર કરવામાં આવતો હતો. હવે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા વધુ અસરકારક માધ્યમ બન્યું હોવાથી કોર્પોરેશન પણ ઓનલાઈન પ્રચાર તરફ વળી રહ્યું છે. જોકે, જાહેર નાણાંમાંથી આટલો મોટો ખર્ચ સોશિયલ મીડિયા પ્રચાર પાછળ કરવામાં આવનાર હોવાથી દરખાસ્ત ચર્ચામાં આવી છે.


આ પણ વાંચો:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘વહીવટદાર શાસન’, મુકેશ કુમારની એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇંધણ બચાવવા ડિજિટલ મીટિંગ કરશે

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં BU વગરની નવ હોસ્પિટલ સીલ

Post navigation

દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા ભંગનો પ્રયાસ! CISF જવાનોએ દોડીને યુવકને પકડ્યો
હસીનાની વાપસીના એલાનથી બાંગ્લાદેશમાં ભડકો, 28 જિલ્લામાં બોમ્બ ધડાકા; યુનુસના પૈતૃક મકાનને આગ

More Posts

Gujarat Wind Energy: દેશનું નંબર-1

Gujarat News/ ગુજરાત પવન ઊર્જામાં બન્યું દેશનું નંબર-1 રાજ્ય, 16,086 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથે બનાવ્યો નવો રેકોર્ડ

July 28, 2026Jaymin Dhiman

Not Set/ રાજકોટ,જૂનાગઢ, જામનગર જિલ્લામાં બાઈક-મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપનાર બે શખ્સો ગુંદાળાથી ઝડપાયા

June 4, 2021June 4, 2021Bhavini vasani

Not Set/ રાજકોટ: આરોગ્ય વિભાગના દરોડા, 185 કિલો જેટલા અખાદ્ય ખોરાકનો કર્યો નાશ

June 25, 2018mantavya

Dahod News/ દાહોદના ઝરીબુઝર્ગ ગામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપના સભ્યને માર માર્યાની ઘટના

February 15, 2025February 15, 2025Komal Patel

સુરેન્દ્રનગર/ એચ.કે.ઝાલા DLSS સ્કૂલના 3 ખેલાડી ફેન્સિંગ ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા

December 15, 2021Hemangi jani

Junagadh News/ જૂનાગઢનાં ગુજસીટોકનાં ‘કુખ્યાત’ આરોપી કાળા દેવરાજનાં બંગલા પર બુલડોઝર ફેરવાયું

June 26, 2025June 26, 2025Komal Patel

Loksabha Election 2024/ કોંગ્રેસને સુરતમાં ફટકો તો અમરેલીની બેઠક પર રાહત, જેનીબેન ઠુમ્મરનું ફોર્મ મંજૂર

April 21, 2024jani

Ahmedabad News/ અમદાવાદમાં AMTS બસ ચાલકનો ગુસ્સો, ઝડપી ગતિથી અકસ્માત, વાહનને ટક્કર મારી…..

September 30, 2025September 30, 2025Pansara Shruti

પ્રતિબંધ/ નવરાત્રિના ગરબા બાદ દશેરા પર આ વસ્તુ પર પણ મુકાયો પ્રતિબંધ

October 20, 2020Maya Sindhav
માહિતી અને પ્રસારણ વિભાગ(Information and Broadcasting Department)ની અંદાજપત્રીય માંગણીઓ ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી

Gandhinagar News/ વિશ્વાસનો પુલ બન્યું માહિતી-પ્રસારણ વિભાગ

March 16, 2026Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy