Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફેબ્રુઆરી 2027માં રજૂ થનારા વાર્ષિક બજેટ (Ahmedabad AMC Budget) માટે શહેરના નાગરિકો પાસેથી સૂચનો (AMC Budget Suggestions) મંગાવવામાં આવ્યા હતા. કોર્પોરેશનને 33 વિભાગોને લગતા કુલ 2,007 સૂચનો મળ્યા છે, જેમાંથી 495 સૂચનો ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા છે. નાગરિકોએ સૌથી વધુ રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂક્યો છે. આ મુદ્દાઓને (Civic Issues) લગતા કુલ 536 સૂચનો મળ્યા છે.
નાગરિકોએ બજેટમાં રોડ, પાણી, લાઇટ અને ગટર જેવી પાયાની સુવિધાઓ સુધારવાની (Road Drainage Suggestions) માગ કરી છે. હવે કોર્પોરેશન દ્વારા મળેલા સૂચનોનો અભ્યાસ કરવામાં આવશે અને યોગ્ય જણાતા મુદ્દાઓનો બજેટમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે. જોકે, દર વર્ષે બજેટમાં વિકાસના નામે બગીચા, બ્રિજ સહિતના વિવિધ પ્રોજેક્ટને પણ સ્થાન આપવામાં આવે છે.
Ahmedabad AMC Budget: પ્રાથમિક સેવાઓ માટે 1,074 સૂચનો મળ્યા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં નાગરિકો પોતાનાં સૂચનો આપી શકે તે માટે ઈમેલ મારફતે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 2,007 સૂચનો મળ્યાં છે.
આ પૈકી પ્રાથમિક અને ફરજિયાત સેવાઓ માટે 1,074 સૂચનો મળ્યા છે, જ્યારે મરજિયાત સેવાઓ માટે 933 સૂચનો મળ્યા છે. દર વર્ષે બજેટ તૈયાર કરતાં પહેલાં નાગરિકોની રજૂઆતોની સમીક્ષા કરવામાં આવે છે અને યોગ્ય તથા જરૂરી મુદ્દાઓનો બજેટમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે સૌથી વધુ માગ
નાગરિકોએ સૌથી વધુ પ્રાથમિક સુવિધાઓ અંગે રજૂઆતો કરી છે. રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે કુલ 536 સૂચનો મળ્યા છે. જ્યારે લાઇટ વિભાગને લગતા 159 સૂચનો મળ્યા છે. આ આંકડા દર્શાવે છે કે નાગરિકો શહેરમાં પાયાની સુવિધાઓ વધુ સારી બનાવવા પર ભાર મૂકી રહ્યા છે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 713 સૂચનો
ઝોન પ્રમાણે મળેલા સૂચનોમાં દક્ષિણ-પશ્ચિમ ઝોન સૌથી આગળ રહ્યો છે. અહીંથી કુલ 713 સૂચનો મળ્યા છે. ત્યારબાદ દક્ષિણ ઝોનમાંથી 419, પૂર્વ ઝોનમાંથી 283, મધ્ય ઝોનમાંથી 72, ઉત્તર ઝોનમાંથી 40, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી 36 અને પશ્ચિમ ઝોનમાંથી 20 સૂચનો મળ્યા છે. હવે AMC દ્વારા તમામ સૂચનોનો અભ્યાસ કરીને બજેટમાં કયા મુદ્દાઓને સ્થાન આપવું તે નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: AMC નો નવો તુક્કો! સોશિયલ મીડિયા પ્રચાર માટે ₹2 કરોડનો ખર્ચ, ઈન્ફ્લુએન્સર કરશે વાહવાહી
આ પણ વાંચો: ચોમાસામાં પાણી ભરાયા બાદ AMC જાગ્યું, સાબરમતી રિવરફ્રન્ટ લાઇનનો કાંપ કાઢવા 10.46 કરોડ મંજૂર
આ પણ વાંચો: સિંધુ ભવન રોડના સિટી સ્ક્વેરની કિંમત રૂ.1,200 કરોડને પાર જવાની ચર્ચા, AMCના પ્રોજેક્ટ સામે સવાલો
