Ajab Gajab News: Myth about Men: ભારત (India) સહિત આખી દુનિયામાં પુરુષો (Men)અંગે સમાજમાં કેટલાયે પ્રકારની અજીબ ધારણાઓ અને મિથ ચાલ્યા આવે છે. છોકરાઓને નાનપણથી અમુક ખાસ પ્રકારે વ્યવહાર કરવાનું શીખવવામાં આવે છે જેમ કે એમણે રડવું ન જોઈએ…હંમેશાં મજબૂત રહેવું જોઇએ અને કુટુંબની જવાબદારી ઉઠાવવી જોઈએ! છોકરાઓએ મેકઅપ અને ફેશન ન કરવી જોઈએ. શું ખરેખર મર્દ આવા જ હોય છે? શું મર્દો વિશે કહેવામાં આવેલી વાતો સાચી છે કે કેવળ સામાજીક વિચારધારાનો એક ભાગ છે? ચાલો જાણીએ….
શું મર્દો વિશે કહેવામાં આવેલી વાતો સાચી છે કે પછી? (Myth about Men)
છોકરાઓને નાનપણથી અમુક ખાસ પ્રકારે વ્યવહાર કરવાનું શીખવવામાં આવે છે જેમ કે એમણે રડવું ન જોઈએ…શું મર્દો વિશે કહેવામાં આવેલી વાતો સાચી છે કે કેવળ સામાજીક વિચારધારાનો એક ભાગ છે?
1. મર્દ કો દર્દ નહિં હોતા! ( Men do not feel Pain)
પુરુષો વિશે સૌથી વધુ પ્રચલિત ડાયલોગ છે…”મર્દ કો દર્દ નહિં હોતા!” અમિતાભ બચ્ચનની ફિલ્મ મર્દનો આ ડાયલોગ મોટાભાગે બોલવામાં આવે છે. જ્યારે સચ્ચાઈ એ છે કે મર્દોને પણ એટલું જ દર્દ થાય છે જેટલું એક મહિલાને થતું હોય છે. સચ્ચાઈ એ છે કે પુરુષો પણ એટલા જ સંવેદનશીલ હોય છે જેટલી કે મહિલાઓ! ફક્ત પુરુષો પર પોતાની ભાવનાઓને દબાવવાનું પ્રેશર નાખવામાં આવે છે. આને કારણે કેટલીયે વખત એમની અંદર માનસિક તણાવ, ડિપ્રેશન અને હાર્ટ ડિસીઝનું જોખમ પણ વધી જાય છે. રડવું એ નબળાઈ નથી પરંતુ ભાવનાત્મક રીતે સ્વસ્થ હોવાની નિશાની છે.
2. પુરુષો ક્યારેય રડતા નથી (Men do not cry)
પુરુષો માટે એક ભ્રમ એ છે કે એ રડતા નથી. જ્યારે હકીકત એ છે કે ઈમોશનલ ફિલ્મો જોતી વખતે, પ્રેમમાં દગો થવાથી અથવા ઈમોશનલ બ્રેક ડાઉન થવાથી મર્દ પણ રડે છે. એમની આંખોમાંથી પણ આંસુ નીકળે છે. રડવું એ કમજોર હોવાની નિશાની નથી પણ એક સામાન્ય પ્રતિક્રિયા છે. પુરુષોને વર્ષોથી પોતાની ભાવનાઓને જાહેર નહિં કરવાનું શીખવવામાં આવેલું છે. જ્યારે સત્ય એ છે કે, પુરુષોને પણ દુ:ખ, ડર, તણાવ અને ભાવનાત્મક તકલીફો પડતી હોય છે.

3. પુરુષ કદી પોતાનો પ્રથમ પ્રેમ ભૂલી શકતો નથી (Men do not forget first love)
પુરુષો વિશે એવું કહેવાય છે કે એ ક્યારેય પોતાના પ્રથમ પ્રેમને ભૂલી શકતા નથી, પરંતુ એમ નથી હોતું! જ્યારે દિલ તૂટે છે ત્યારે બધાને ખરાબ લાગે છે પણ કોઈ બીજો પ્રેમ મળતા જ પ્રથમ પ્રેમ વિસરી જવાય છે. પુરુષો આ બાબતમાં મહિલાઓ જેવા જ હોય છે.
4. પુરુષો ગૉસિપ નથી કરતા (Men do not do Gossip)
પુરુષો વિશે એવું કહેવાય છે કે એમને ગૉસિપ કરવાનું અને કોઈ અન્ય વિશે વાત કરવાનું પસંદ નથી હોતું. મોટા ભાગે મહિલાઓને ગૉસિપ ક્વિન કહેવામાં આવે છે. પણ એવું નથી,,,કેટલાક પુરુષો ગૉસિપ કરવાની બાબતે મહિલાઓથી પણ દસ ડગલાં આગળ હોય છે! પુરુષોને પણ ઑફિસની ગૉસિપ કરવાનું ગમતું હોય છે. એમનું પણ પોતાનું ફ્રેન્ડ સર્કલ હોય છે જ્યાં એ ખૂલીને વાતો કરે છે.

5. પુરુષો ફેશન કરતા નથી (Men are not Fashionable)
પુરુષો વિશે એક વાત એ કહેવામાં આવે છે કે એમને ફેશન કરવાનું પસંદ નથી હોતું. જ્યારે સત્ય તો એ છે કે પુરુષો પાસે કેવળ મહિલાઓથી ઓછા વિકલ્પો હોય છે. નહિં તો ફેશનની બાબતે પુરુષો પણ ક્યાંય પાછળ નથી. હા….એ કેવળ મેક અપ ઓછો કરે છે પરંતુ સારા પગરખાં, ઘડિયાળ, સારા કપડાં, હેર સ્ટાઈલ અને પરફ્યુમનો ઘણા પુરુષોને શોખ હોય છે અને ફેશનની બાબતમાં આ લોકો કોઈથી પણ પાછળ રહેતા નથી.
6. પુરુષો કલર બ્લાઇન્ડ હોય છે (Men are Colour blind)
એક મજેદાર વાત એ છે કે પુરુષોમાં મહિલાઓની તુલનામાં કલર બ્લાઇન્ડનેસ વધુ હોય છે. આ બાબત સત્ય છે કારણ કે આની પાછળ કારણ છે કલર વિઝન….જેના માટે જવાબદાર જીન X ક્રોમોઝોમ પર હોય છે જેમાંથી પુરુષોમાં કેવળ એક (XY) હોય છે. આથી છોકરાઓને પિંકનો અર્થ કેવળ એક જ પિંક જણાય છે જ્યારે છોકરીઓને પિંકમાં પણ 10-20 શેડ્સ દેખાય છે!

7. પુરુષો કૂકિંગ નથી કરી શકતા (Men can not cook)
દાદી-નાનીમાના જમાનાથી પુરુષો બહારના કામો કરતા હતા જ્યારે મહિલાઓ ઘરના કામ જેમ કે જમવાનું બનાવવું અને સાફ-સફાઈનું કાર્ય કરતી હતી. પણ એવું નથી કે પુરુષો જમવાનું નથી બનાવી શકતા! કેટલાક પુરુષો મહિલાઓથી અનેક ગણું સારું ભોજન બનાવી શકે છે. ફક્ત એટલું જ કારણ છે કે એમને આ વધારે કરવા દેવામાં નથી આવતું. આ રોજીંદી આવશ્યક સ્કિલ છે જે દરેક વ્યક્તિએ શીખવી જોઈએ.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
