National News/ સિંધુ જળ સંધિ પર હાથ કાપવાની ધમકી આપનાર પાકિસ્તાની મંત્રી ભારત પહોંચ્યા

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે પાકિસ્તાનના મંત્રી (Pakistan Minister)મુસાદિક મલિક (Musadik Malik)ભારતની મુલાકાતે પહોંચ્યા છે

Top Stories India
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે પાકિસ્તાનના મંત્રી (Pakistan Minister)મુસાદિક મલિક (Musadik Malik)ભારતની મુલાકાતે પહોંચ્યા છે

National News :ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે પાકિસ્તાનના મંત્રી (Pakistan Minister)મુસાદિક મલિક (Musadik Malik)ભારતની મુલાકાતે પહોંચ્યા છે. દિલ્હીમાં આજથી શરૂ થનારા SCO સભ્યતા સંવાદમાં (SCO Dialogue)પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તેઓ કરશે. આ મુલાકાત ખાસ મહત્વની છે, કારણ કે ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પાકિસ્તાનના મંત્રી ભારતની ધરતી પર આવ્યા છે. અગાઉ 2023માં બિલાવલ ભુટ્ટો SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ગોવા આવ્યા હતા.

Pakistan Minister : SCO સંવાદમાં 15 દેશોની ભાગીદારી

દિલ્હીમાં 20થી 22 નવેમ્બર દરમિયાન પ્રથમ SCO સભ્યતા સંવાદ (SCO Dialogue)મંચ યોજાઈ રહ્યો છે, જેમાં 15 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પાકિસ્તાનના ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ સંકલન મંત્રી ડૉ. મુસાદિક મસૂદ મલિક (Musadik Malik)પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. પાકિસ્તાન હાઈ કમિશને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના ભારત આગમનની પુષ્ટિ કરી છે.

સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાની મંત્રીનું નિવેદન

મુસાદિક મલિક (Musadik Malik)અગાઉ સિંધુ જળ સંધિને (Indus Water Treaty)લઈને આક્રમક નિવેદન આપી ચૂક્યા છે. તેમણે સંધિ મુદ્દે પોતાનો હાથ કાપી નાખવાની ધમકી આપી હતી. તેમના આ નિવેદનને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. હવે ઓપરેશન સિંદૂર બાદ તેમની ભારત મુલાકાતને રાજકીય અને રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું

બીજી તરફ, અમેરિકાના પ્રવાસે રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત-પાકિસ્તાન સંબંધો અંગે સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાની વ્યક્તિએ ભારત અને પાકિસ્તાન આરોપ-પ્રત્યારોપથી આગળ વધીને સાથે કામ કરી શકે કે કેમ તે અંગે પ્રશ્ન કર્યો હતો.

જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદને સમર્થન આપે છે અને તેને પ્રોત્સાહન આપે છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. નિર્દોષ લોકોની હત્યા થતી હોય ત્યારે પાકિસ્તાન સાથે વાતચીત કરવી શક્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી બંને દેશો વચ્ચે સંવાદ આગળ વધી શકે નહીં.

રાહુલ ગાંધીએ કહ્યું કે રક્તપાત અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. પાકિસ્તાન આતંકવાદ (Pakistan Terrorism)બંધ કરે તો જ બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થવાની શક્યતા છે.


આ પણ વાંચો:ભારતમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સરહદી વાટાઘાટો માટે અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે

આ પણ વાંચો: પાકિસ્તાની રાજદૂતને અમેરિકામાં ન મળ્યો પ્રવેશ, યુએસ ઇમિગ્રેશન દ્વારા દેશનિકાલ, તુર્કમેનિસ્તાનથી આવ્યો હતો

આ પણ વાંચો: 12 વર્ષ બાદ પાકિસ્તાની વિદેશ મંત્રીની ભારત મુલાકાત, પણ પાકિસ્તાન ‘જયશંકર મિસાઈલ’થી ચિંતિત