Ahmedabad News/ સોલામાં મેડિકલની વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ: પતિના મિત્રએ ઘરે આવી ટી-શર્ટ ફાડી

સોલામાં 21 વર્ષીય મેડિકલ વિદ્યાર્થિનીની છેડતીનો (Ahmedabad Sola Molestation Case) આરોપ. પતિના મિત્રએ ઇન્સ્ટાગ્રામ પર બીભત્સ વીડિયો મોકલી પાકીટના બહાને ઘરે જઈ જબરદસ્તીનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Sola Molestation Case: પતિના મિત્ર સામે પરિણીતાની છેડતીની ફરિયાદ

Ahmedabad News: અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પરિણીત મેડિકલ વિદ્યાર્થિની (Medical Student Harassment) સાથે છેડતીની (Ahmedabad Sola Molestation Case) ઘટના સામે આવી છે. યુવતીના પતિના મિત્રએ પહેલાં ઈન્સ્ટાગ્રામ પર પોતાના બીભત્સ ફોટો અને વીડિયો મોકલ્યા હતા. ત્યારબાદ પાકીટ ઘરે રહી ગયું હોવાનું કહી યુવતીના ઘરે પહોંચ્યો હતો. યુવતી દરવાજો ખોલવા આવતાં આરોપીએ તેને બાથમાં ભીડી કપડાં ફાડીને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં છેડતી અને IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad Sola Molestation Case: બાથરૂમમાંથી બીભત્સ ફોટો-વીડિયો મોકલ્યા

ફરિયાદ મુજબ, યુવતી સોલા વિસ્તારમાં સાસરીમાં રહે છે અને મેડિકલનો અભ્યાસ કરે છે. એક દિવસ યુવતીનો પતિ તેના મિત્ર સાથે બહાર ગયો હતો અને બાદમાં મિત્રને ઘરે લઈને આવ્યો હતો. આ દરમિયાન યુવતી સૂઈ ગઈ હતી. તે જાગી ત્યારે તેના ફોનમાં પતિના મિત્રના મેસેજ આવ્યા હતા.

આરોપીએ મેસેજમાં પોતે ઘરે આવ્યો હોવાનું જણાવ્યું હતું અને ઘરના ફોટા પણ મોકલ્યા હતા. ત્યારબાદ બાથરૂમમાં જઈને પોતાના બીભત્સ ફોટો અને વીડિયો બનાવી યુવતીને ઈન્સ્ટાગ્રામ પર (Instagram Obscene Videos) મોકલ્યા હતા. આ મેસેજ જોઈ યુવતી ગભરાઈ ગઈ હતી અને તેણે તરત જ તેને ડિલીટ કરી દીધા હતા.

પાકીટ લેવાના બહાને ઘરે પહોંચ્યો

ત્યારબાદ આરોપીએ યુવતીને મેસેજ કરીને પોતાનું પાકીટ ઘરે ભૂલી ગયો હોવાનું જણાવ્યું હતું. યુવતીએ પાકીટમાં રહેલા પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવાની વાત કરી હતી, પરંતુ આરોપીએ તેમ કરવાની ના પાડી અને પોતે ઘરે આવશે તેમ કહ્યું હતું. આરોપી ઘરે પહોંચતાં યુવતીએ દરવાજો ખોલ્યો હતો. તે જ સમયે આરોપીએ યુવતીને બાથમાં ભીડી લીધી હતી અને તેની ટી-શર્ટ ફાડીને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

સોલા પોલીસે તપાસ હાથ ધરી

ઘટના બાદ યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં (Sola Police Station) ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેડતી અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: મુંબઈ લોકલમાં છેડતીનો વિરોધ કરવા બદલ યુવતીને ટ્રેનમાંથી ધક્કો, 16 ટાંકા અને હાથ કપાયો

આ પણ વાંચો: પાટણમાં વિદ્યાર્થિનીની છેડતીના કેસમાં શિક્ષકને 4 વર્ષની સજા, 25 હજારનો દંડ

આ પણ વાંચો: અમદાવાદના જગતપુરમાં સગીરાની છેડતીના આક્ષેપથી વિવાદ, માતા-પિતા પર હુમલો; 3 સામે ફરિયાદ