Ahmedabad News/ અમદાવાદમાં રાજપુર જૈન જિનાલય ફરી એકવાર વિવાદમાં

ગોમતીપુરનું રાજપુર જૈન જિનાલય ફરી વિવાદમાં આવ્યું

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 2025 03 24T160309.508 અમદાવાદમાં રાજપુર જૈન જિનાલય ફરી એકવાર વિવાદમાં

Ahmedabad News : અમદાવાદમાં રાજપુર જિનાલય ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ગોમતીપુરમાં આવેલું આ જિનાલય વિવાદમાં આવ્યું છે. જેમાં સૌમ્યરત્ન મહારાજ સાહેબ વિરુદ્ધ જૈનો આકરા પાણીએ હોવાનું જણાય છે. માતાજીની મૂર્તિ ઉઠાવવા આવેલા મહારાજ વિરુદ્ધ ભારે રોષ વ્યાપેલો છે. આ મહારાજ પદ્માવતી માતાજીની મૂર્તિ ઉઠાવવા આવ્યા હતા. જેને પગલે રાજપુર જૈન જિનાલય ખાતે મોટી સંખ્યામાં જૈનો ભેગા થયા હતા. અગાઉ પણ આ જૈન દેરાસરમાંથી મૂર્તિ કાઢતા વિવાદ થયો હતો. આમ ફરી એકવખત રાજપુર જૈન જિનાલય વિવાદમાં સપડાયું છે.

અમદાવાદ હેરીટેજ સીટીમાં ઘણી એવી જગ્યા છે, જે વર્ષોથી આસ્થાનું પ્રતિક બની રહ્યા છે. જેમાનું એક ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જૈન દેરાસર છે. આ દેરાસર સાથે અનેક જૈન-જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે. એક સમયે આ દેરાસરની આસપાસ મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. આજે પણ નદી પાર સ્થળાંતર થયેલા શ્રદ્ધાળુ આ પ્રાચીન દેરાસરમાં દર્શનાર્થે આવે છે. દર રવિવારે પણ અહીં 500થી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હોય છે.

હવે આ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ લઇ જવાઈ છે. જિનાલયના ઉત્થાપનની કામગીરી ઘણાં સમયથી ચાલતી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં જિનાલયની પ્રતિમાના સ્થળાંતરણ અંગેના ફરતા વીડિયોમાં ભગવાન વિના હવે સૂનુ સૂનું લાગશે એવી પણ શ્રદ્ધાળુઓએ લાગણી વ્યકત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ આશમાને, જાણો 10 તસવીરોમાં સંપૂર્ણ અપડેટ

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ