Junagadh News/ જૂનાગઢમાં એક કરોડથી વધુ રકમની લૂંટથી ચકચાર

જૂનાગઢમાં એક કરોડથી વધુની રકમની લૂંટથી ચકચારમચી ગઈ છે. અમદાવાદની પેઢીનાં કર્મચારીઓને કેટલાક અજાણ્યા શખ્સોએ હથિયારોનાં જોરે લૂંટી લીધા હતા. આ ઘટનામાં અંદાજે 1 કરોડથી વધુની રકમની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Ahmedabad Others

Junagadh News:  જૂનાગઢમાં એક કરોડથી વધુની રકમની લૂંટથી ચકચારમચી ગઈ છે. અમદાવાદની પેઢીનાં કર્મચારીઓને કેટલાક અજાણ્યા શખ્સોએ હથિયારોનાં જોરે લૂંટી લીધા હતા. આ ઘટનામાં અંદાજે 1 કરોડથી વધુની રકમની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢનાં બાંટવા સરાડીયા રોડ પર એક એવી ચોંકાવનારી ઘટના બની કે શહેર પોલીસને ત્વરિત વિવિધ ટીમ બનાવીને નાકાબંધી કરવાની ફરજ પડી હતી. બાંટવા સરાડીયા રોડ પર શંકાસ્પદ લૂંટની ઘટના બની છે. અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીનાં કર્મચારીઓ જૂનાગઢ કોઈ કામ અર્થે આવ્યા હતા. દરમિયાન, બાંટવા સરાડીયા રોડ નજીક કેટલાક અજાણ્યા શખ્સો હથિયારો સાથે તેમની પાસે આવ્યા હતા અને ધાકધમકી આપી હતી. આરોપીઓએ પેઢીનાં કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમની પાસેથી રોકડ અને કિંમતી દાગીનાની લૂંટ કરી ફરાર થયા હતા.

આ મામલે પેઢીનાં કાર્મચારીઓએ ત્વરિત વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે  કાર્યવાહી હાથ ધરી હતી. મામલાની ગંભીરતા જોઈ પોલીસે વિવિધ ટીમ બનાવીને અલગ-અલગ વિસ્તારમાં નાકાબંધી કરી છે. SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, લૂંટારુઓ અંદાજે 1 કરોડથી વધુની રકમની લૂંટ કરી ફરાર થયા છે. પોલીસને આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાનું આશંકા પણ છે.

પોલીસને તેમા મહત્ત્વના સીસીટીવી મળ્યા છે. તેમા બંને કર્મચારીઓ માલની ડિલિવરી કરતાં હોવાના સીસીટીવી મળ્યા છે. તેઓ સાડા ચાર વાગે કુતિયાણા ખાતે ડિલિવરી આપી હતી. કુતિયાણાથી પરત ફરી રહ્યા હતા ત્યારે લૂંટની ઘટના બની હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના પાલડીમાં ધોળે દહાડે 15 લાખની લૂંટને પગલે ચકચાર, પોલીસ દોડતી થઈ

આ પણ વાંચો: મોબાઈલ લૂંટારુંઓને આખી જિંદગી યાદ રહેશે સુરતની આ ઘટના! જાહેરમાં પોલીસે કર્યું એવું કામ કે…

આ પણ વાંચો: ગાઝિયાબાદમાં બંદૂકની અણીએ ફિલ્મી સ્ટાઈલથી લાખો રૂપિયાની લૂંટ