Gandhinagar News/ ગાંધીનગરમાં ફૂડ વિભાગની તપાસથી હોટલોમાં ફફડાટ: 60 પેઢીઓ ચેક, 6 હોટલને નોટિસ

ગાંધીનગર ફૂડ વિભાગે 60 ખાદ્ય પેઢીઓમાં તપાસ (Food Safety Inspection) કરી. હાઇજીનની ક્ષતિઓ બદલ 6 હોટલને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને આઇસક્રીમ-ફ્રોઝન ડેઝર્ટ માટે અલગ બોર્ડ લગાવવાની સૂચના આપી.

Gandhinagar Top Stories Gujarat Breaking News
Food Safety Inspection: 60 ખાદ્ય પેઢીઓનું ચેકિંગ, 6 હોટલને નોટિસ

Gandhinagar News: ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ (Food Safety Inspection) અંતર્ગત જિલ્લામાં ખાદ્ય પેઢીઓ અને હોટલ-રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ચિલોડા-હિંમતનગર અને અડાલજ-મહેસાણા હાઇવે પરની 29 હોટલ-રેસ્ટોરન્ટ સહિત કુલ 60 એકમોમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્વચ્છતા અને હાઇજીનમાં ગંભીર ક્ષતિઓ જણાતાં 6 હોટલ-રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ (Gandhinagar Six Hotels Notice) આપવામાં આવી છે.

Food Safety Inspection: આ 6 હોટલ-રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ

તંત્રની તપાસ દરમિયાન સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતાં નીચેની 6 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

લીલીવાડી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ (અડાલજ-મહેસાણા હાઇવે), મારુતીનંદન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ (છત્રાલ), માં ખોડિયાર કાઠિયાવાડી ઢાબા (અડાલજ), મહારાજ હોટલ (અડાલજ), વિનય હોટલ (ચંદ્રાલા), હોટલ પાલવ (છાલા)

તંત્ર દ્વારા આ પેઢીઓને નિર્ધારિત સમયમાં સ્વચ્છતા અંગે જરૂરી સુધારા કરવા સૂચના આપવામાં આવી છે. જો સમયમર્યાદામાં યોગ્ય સુધારો નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ માટે અલગ બોર્ડ ફરજિયાત

જિલ્લાની અન્ય 31 ખાદ્ય પેઢીઓમાં આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે ખાસ તપાસ કરવામાં આવી હતી. ગ્રાહકો આઇસક્રીમ અને વેજીટેબલ ફેટમાંથી બનતા ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજી શકે તે માટે તમામ પેઢીઓને સ્પષ્ટ અને સહેલાઈથી વંચાય તેવા બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે.

આ બોર્ડમાં આઇસક્રીમ દૂધમાંથી બને છે અને ફ્રોઝન ડેઝર્ટ વેજીટેબલ ફેટમાંથી બને છે તે અંગેની સ્પષ્ટ માહિતી દર્શાવવી (Frozen Dessert Rules) ફરજિયાત રહેશે.

ખોરાક બનાવતી વખતે કેપ, એપ્રોન અને ગ્લવ્ઝ પહેરવા પડશે

ફૂડ વિભાગે તમામ હોટલ-રેસ્ટોરન્ટ અને ખાદ્ય પેઢીઓને ખોરાક બનાવતી તથા પીરસતી વખતે કર્મચારીઓએ કેપ, એપ્રોન અને ગ્લવ્ઝ પહેરવા તાકીદ કરી છે. આ ઉપરાંત ખાદ્યપદાર્થોમાં હાનિકારક કલરનો ઉપયોગ નહીં કરવા અને પેકિંગ કે સર્વિંગ માટે ન્યૂઝપેપરનો ઉપયોગ નહીં કરવા પણ સૂચના (Food Safety) આપવામાં આવી છે.

તંત્રના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. નિયમોનો ભંગ કરનાર એકમો સામે લાયસન્સ કે રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા અથવા રદ કરવા સુધીનાં પગલાં લેવામાં આવી શકે છે.


આ પણ વાંચો: જામનગરમાં વાડીમાં ચાલતી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, 5.77 લાખનો જથ્થો જપ્ત

આ પણ વાંચો: દીવમાં ફૂગ લાગેલી મીઠાઈ વેચાતી ઝડપાઈ, ફૂડ વિભાગે દુકાન સીલ કરી

આ પણ વાંચો: વડોદરા મ્યુનિ.ના ફૂડ વિભાગે અખાદ્ય મીઠાઈનો જંગી જથ્થો ઝડપ્યો