નિધન/ આસામના પૂર્વ મંત્રી અને જાણીતા વકીલ અબ્દુલ મુહિબ મજુમદારનું અવસાન

આસામના પૂર્વ મંત્રી અને જાણીતા વકીલ અબ્દુલ મુહિબ મજુમદારનું બુધવારે અવસાન થયું છે. તેઓ 89 વર્ષના હતા. તેઓ છેલ્લા એક મહિનાથી ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

Top Stories India

આસામના પૂર્વ મંત્રી અને જાણીતા વકીલ અબ્દુલ મુહિબ મજુમદારનું બુધવારે અવસાન થયું છે. તેઓ 89 વર્ષના હતા. તેઓ છેલ્લા એક મહિનાથી ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

મજમુદારના પરિવારમાં બે પુત્રી છે. તેમનો જન્મ 20 ઓગસ્ટ 1932ના રોજ આસામના બરાક વેલી, હૈલાકાંડી ખાતે થયો હતો. તેમણે ગૌહાટી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી હતી. તેઓ આસામ અને અરુણાચલ પ્રદેશના એડવોકેટ જનરલ પણ હતા. તેઓ હૈલાકાંડી વિધાનસભા ક્ષેત્રમાંથી ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય હતા. મજમુદાર હિતેશ્વર સૈકિયા કેબિનેટમાં કેબિનેટ મંત્રી પણ હતા.

1990 ના દાયકામાં, તેમણે યુનાઈટેડ પીપલ્સ પાર્ટી ઓફ આસામ (UPPA) નામની નવી પાર્ટીની રચના કરી. તેઓ 1996 થી 2001 સુધી એજીપીના નેતૃત્વવાળી પ્રફુલ્લ કુમાર મહંત કેબિનેટમાં મંત્રી હતા. ત્યારબાદ તેમણે UPPAનું વિસર્જન કર્યું અને આસામ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ બન્યા. બાદમાં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા અને 2011માં ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.