Vastu Tips/ જાણો કયો ડબ્બો બહેતર રહેશે? ઘરમાં રસોડામાં મીઠું મૂકતા ન કરશો આ વાસ્તુ વિષયક ભૂલો!

Salt Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર માં એનું વિશેષ મહત્વ છે. મીઠાનો સંબંધ સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાથી પણ જોડવામાં આવે છે…જ્યોતિષીય માન્યતાઓ અનુસાર…

Trending Religious Dharma & Bhakti
Salt Vastu Tips...રસોડામાં મીઠાને ક્યાં અને કેવી રીતે રાખવું? જાણો 3 important ટિપ્સ!

Vastu Tips: રસોડામાં મીઠું કઈ દિશામાં રાખવાનું રહેશે અને કયા પાત્રમાં રાખવાનું રહે એ બાબતો મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ કે કિચનમાં મીઠું રાખવાના વાસ્તુ નિયમો (Salt Vastu Tips) અંગે…

ઘરમાં મીઠાનો ઉપયોગ દરરોજ ભોજન બનાવવામાં થાય છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર (Vastu Shashtra)માં એનું વિશેષ મહત્વ છે. મીઠાનો સંબંધ સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાથી પણ જોડવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, એનો સંબંધ શુક્ર અને ચંદ્રમા ગ્રહો સાથે પણ જણાવવામાં આવેલો છે. આ સંજોગોમાં રસોડામાં મીઠું કઈ દિશામાં રાખવાનું રહેશે અને કયા પાત્રમાં રાખવાનું રહે એ બાબતો મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ કે કિચનમાં મીઠું રાખવાના વાસ્તુ નિયમો અંગે…અને કઈ ભૂલો કરવાથી બચવું જોઇએ?

મીઠું રાખવાની ઉચિત દિશા (Direction to keep Salt & Salt Vastu Tips)

વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં મીઠું રાખવા માટે પશ્ચિમ દિશા (West Direction)ને બહેતર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિશામાં મીઠું રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા જળવાઇ રહે છે.

1. કાચના પાત્રમાં રાખવું મીઠું (Salt in Glass Container)

મીઠું રાખવા માટે કાચ અથવા સિરામિકના સ્વચ્છ ડબાનો વપરાશ કરવો શુભ માનવામાં આવે છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર મીઠાને સ્ટીલ અથવા લોખંડના વાસણમાં રાખવાથી બચવું જોઈએ. પારંપરિક માન્યતાઓમાં લોખંડ અને સ્ટીલને શનિ ગ્રહ સાથે સંલગ્ન કરીને જોવામાં આવે છે. આથી જ મીઠા માટે યોગ્ય વાસણ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.

Rock Salt for negative Energy
Rock Salt for negative Energy

2. ઢાંકણું લગાવીને રાખો (Keep Salt in Airtight Container)

વાસ્તુ અનુસાર, મીઠાને હંમેશાં ઢાંકણાવાળા ડબ્બામાં રાખવું જોઈએ. એને ખુલ્લું રાખવું ન જોઈએ. એવી માન્યતા છે કે એમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી શકે છે. આ ઉપરાંત, ડબ્બાને સાફ રાખવો પણ જરુરી છે, જેથી મીઠામાં ધૂળ કે અન્ય ગંદકી ન ભળે!

3. ભેજ વાળી જગ્યાથી દૂર રાખવું (Keep Away Salt from Humidity)

મીઠાના ડબ્બાને કોઈ એવી જગ્યાએ ન રાખવો જ્યાં પાણી અથવા ભેજ આવતો હોય. એને કચરાપેટીની પાસે પણ રાખવાનું ટાળવું જોઈએ. મીઠું કાઢવા માટે હંમેશાં સૂકી ચમચીનો જ ઉપયોગ કરવો જોઇે. એમ કરવાથી મીઠામાં ભેજ આવવાની અને એ ભીનું થઈને જામી જવાની સમસ્યા ઓછી થાય છે.

Keep Away Salt From All Spices
Keep Away Salt From All Spices

4. અન્ય મસાલાથી અલગ રાખવું (Keep Away Salt From All Spices)

વાસ્તુ માન્યતાનુસાર, મીઠાને અન્ય મસાલાની સાથે રાખવાથી બચવું જોઇએ. એને અલગ અને વ્યવસ્થિત સ્થાને રાખવું જોઇએ. ઘરની નકારાત્મક ઊર્જાને ઓછી કરવા માટે કિચનમાં કાચના વાડકામાં સિંધાલૂણ રાખવું. સમયાંતરે એને બદલતા રહેવું.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો : ઘરની બારીઓને શું તમે હંમેશાં બંધ રાખો છો? વાસ્તુ અનુસાર વધી શકે છે સમસ્યાઓ…આજે જ બદલો આદત!

આ પણ વાંચો : ભગવાન વિષ્ણુ અને માતા દુર્ગાને ભૂલથીયે ન ચડાવવા આ ફૂલો…કયા પુષ્પો વર્જીત માનવામાં આવે છે? જાણો વાસ્તુ નિયમ…

આ પણ વાંચો : ધનતેરસથી દિવાળી સુધી આ 5 વાસ્તુ ઉપાય કરો…વધશે પૈસા…વધશે સમૃદ્ધિ!