bangladesh news/ બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા: અવામી લીગના 30થી વધુ મકાનો સળગાવ્યા, 200 ઘરોને નિશાન બનાવ્યાનો દાવો

બાંગ્લાદેશના નરૈલ જિલ્લાના કાલિયા ઉપજિલ્લાના બેન્દારચર ગામમાં શુક્રવાર (20 નવેમ્બર) બપોરથી હિંસા (Bangladesh Violence)શરૂ થઈ હતી

Top Stories World
બાંગ્લાદેશમાં રાજકીય સંઘર્ષ ફરી હિંસક (Bangladesh Violence)બન્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના (Awami League)નેતાઓ અને કાર્યકરોની મિલકતોને નિશાન બનાવી આગચંપી, લૂંટફાટ અને તોડફોડની ઘટનાઓ સામે આવી છે

Bangladesh News : બાંગ્લાદેશમાં રાજકીય સંઘર્ષ ફરી હિંસક (Bangladesh Violence)બન્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના (Awami League)નેતાઓ અને કાર્યકરોની મિલકતોને નિશાન બનાવી આગચંપી, લૂંટફાટ અને તોડફોડની ઘટનાઓ સામે આવી છે. નરૈલ જિલ્લાના એક ગામમાં 30થી વધુ મકાનો અને અનેક દુકાનો સળગાવી દેવામાં આવી હોવાના અહેવાલ છે. બીજી તરફ, અવામી લીગે દાવો કર્યો છે કે દેશભરમાં તેના 200થી વધુ ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં છે.

નરૈલમાં 30થી વધુ મકાનોમાં આગ

બાંગ્લાદેશના નરૈલ જિલ્લાના કાલિયા ઉપજિલ્લાના બેન્દારચર ગામમાં શુક્રવાર (20 નવેમ્બર) બપોરથી હિંસા (Bangladesh Violence)શરૂ થઈ હતી. મોડી રાત સુધી ચાલેલી આ ઘટનામાં અવામી લીગ (Awami League)સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકરોના રહેણાંક મકાનોને આગ લગાવવામાં આવી હતી.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, પૂર્વ સાંસદ બી.એમ. કબીરુલ હક મુક્તિના પૈતૃક ઘર ઉપરાંત કાલિયા નગરપાલિકાના પૂર્વ મેયર મુશફિકુર રહેમાન લિટન અને પાર્ટીના સ્થાનિક મહાસચિવ કૃષ્ણપદ ઘોષના મકાનોને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

બેન્દારચર ઉપરાંત બરદિયા બજાર વિસ્તારમાં આવેલી દુકાનોમાં પણ આગચંપી અને તોડફોડ થઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

ફાયર બ્રિગેડને પહોંચતા રોકવામાં આવી

કાલિયા ફાયર સર્વિસના અધિકારી હુમાયુ કબીરના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે સાંજે આશરે 4 વાગ્યે આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. જોકે, રસ્તા પર ઝાડ પાડી અવરોધ ઊભો કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી.

ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે મોટાભાગની આગ ઓલવાઈ ચૂકી હતી. પ્રાથમિક માહિતી મુજબ, 20થી 25 પરિવારોના 50થી વધુ રહેણાંક માળખાં આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આગચંપી દરમિયાન અનેક પરિવારોને ઘરવખરી સહિતની સંપત્તિ ગુમાવવાનો વારો આવ્યો હતો.

BNPના બે નેતાઓનાં મોત બાદ હિંસા

આ હિંસા પાછળ 18 નવેમ્બરે બનેલી એક ઘટનાને મુખ્ય કારણ માનવામાં આવે છે. કાલિયામાં BNP દ્વારા અવામી લીગના સભ્યોની કથિત હિંસાના વિરોધમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન થયેલા હુમલામાં BNPના બે સ્થાનિક નેતાઓનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા.

BNPના કાર્યકરોએ આ હુમલા માટે અવામી લીગના સભ્યોને જવાબદાર ઠેરવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોના પરિવારજનો અને સમર્થકોએ હત્યામાં સામેલ હોવાની શંકા ધરાવતા અવામી લીગના કાર્યકરોનાં ઘરોને નિશાન બનાવ્યાં હતાં.

200 ઘરોને ટાર્ગેટ કરાયાનો દાવો

બીજી તરફ, અવામી લીગે (Awami League)નરૈલમાં તેના નેતાઓ, કાર્યકરો અને તેમના પરિવારજનોનાં 200થી વધુ ઘરો પર સુનિયોજિત હુમલા કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.

પાર્ટીનો આરોપ છે કે હુમલાખોરોએ ઘરોમાંથી રોકડ, દાગીના, ફર્નિચર અને પશુધનની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ કેટલાક મકાનો પર પેટ્રોલ છાંટીને આગ લગાવવામાં આવી હતી. કેટલીક મિલકતોને બુલડોઝરથી તોડી પાડવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

અવામી લીગના વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ હુસૈન સદ્દામે સોશિયલ મીડિયા પર નરૈલ અને પબના સહિત દેશના અન્ય વિસ્તારોમાં પણ પાર્ટીના નેતાઓ અને પૂર્વ મંત્રીઓનાં ઘરો પર હુમલા થયાનો દાવો કર્યો છે. પાર્ટીએ BNP અને જમાત-એ-ઇસ્લામીના સમર્થકો પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી સ્વતંત્ર તપાસની માંગ કરી છે.

શેખ હસીનાની વાપસીથી રાજકીય ગરમાવો

બાંગ્લાદેશમાં હાલ તારિક રહેમાનના નેતૃત્વ હેઠળ BNP સરકાર (BNP Bangladesh)સત્તામાં છે, જ્યારે અવામી લીગ પર પ્રતિબંધ છે. તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ (Sheikh Hasina)ડિસેમ્બર 2026માં ભારતથી બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી.

જોકે, વર્તમાન સરકારે તેમના નવા પાસપોર્ટ અને ઓળખપત્રની અરજી ફગાવી દીધી હોવાના અહેવાલ છે. આ ઘટનાક્રમ બાદ અવામી લીગના સમર્થકોમાં નારાજગી વધી છે.

હસીનાની (Sheikh Hasina)વાપસીની જાહેરાત, રાજકીય પ્રતિબંધો અને બંને પક્ષો વચ્ચેના જૂના સંઘર્ષને કારણે દેશમાં તણાવનું વાતાવરણ છે. નરૈલની આગચંપીની ઘટના બાદ હવે સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે. આગામી દિવસોમાં બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ કેવી દિશા લેશે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ફરી હિંસા! ઢાકા એરપોર્ટ નજીક 2 બોમ્બ બ્લાસ્ટ, 3 ઘાયલ

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, એરબેઝ પર ઉપદ્રવિયોએ હુમલો કર્યો, 1નું મોત

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં રાજકીય સંઘર્ષ ઉગ્ર બન્યો, હસીના સમર્થકોનાં 50 ઘર-દુકાનો સળગાવાયાં