Surat News/ નિવૃત્તિના 11 મહિના પહેલાં સુમુલ ડેરીના MDનું રાજીનામું, ભાજપના જૂથવાદ વચ્ચે મોટો વહીવટી ફેરફાર

Sumul Dairy MD: સુમુલ ડેરીના MD અરુણ પુરોહિતે નિવૃત્તિને 11 મહિના બાકી હોવા છતાં રાજીનામું આપ્યું છે. બોર્ડે રાજીનામું મંજૂર કરતાં ડૉ. પી.આર. પાંડેને ઈન્ચાર્જ MDની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે.

Top Stories Gujarat Surat Breaking News
Sumul Dairy MD: નિવૃત્તિને 11 મહિના બાકી છતાં MDનું રાજીનામું મંજૂર, સુમુલ ડેરીમાં મોટો વહીવટી ફેરફાર

Surat News: દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરીમાં રાજકીય ખેંચતાણ વચ્ચે મોટો વહીવટી ફેરફાર થયો છે. ડેરીના મેનેજિંગ ડિરેક્ટર (Sumul Dairy MD) અરુણ પુરોહિતે નિવૃત્તિને હજુ 11 મહિના બાકી હોવા છતાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લગભગ બે મહિના પહેલાં આપવામાં આવેલા આ રાજીનામાને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

Sumul Dairy MD: 30 નવેમ્બર સુધી અરુણ પુરોહિત સંભાળશે જવાબદારી

અરુણ પુરોહિતે (Arun Purohit) કયા કારણોસર સમય પહેલાં રાજીનામું આપ્યું છે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. બોર્ડની બેઠકમાં તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. તેઓ આગામી 30 નવેમ્બર સુધી મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે.

તેમના સ્થાને બારડોલી નાગરિક સહકારી બેંકના MD ડૉ. પી.આર. પાંડેને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો છે. તેમની ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે તેમને સુમુલ ડેરીના ઈન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.

ડૉ. પી.આર. પાંડે અગાઉ પણ સંભાળી ચૂક્યા છે જવાબદારી

ડૉ. પી.આર. પાંડે (Dr PR Pandey) અગાઉ સુમુલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ડેરીના વહીવટી તંત્રનો અનુભવ ધરાવતા હોવાથી ફરી એકવાર તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

Sumul Dairy MD: નિવૃત્તિને 11 મહિના બાકી છતાં MDનું રાજીનામું મંજૂર, સુમુલ ડેરીમાં મોટો વહીવટી ફેરફાર
Sumul Dairy MD: નિવૃત્તિને 11 મહિના બાકી છતાં MDનું રાજીનામું મંજૂર, સુમુલ ડેરીમાં મોટો વહીવટી ફેરફાર

શું છે સુમુલ ડેરીમાં ભાજપનો આંતરિક વિખવાદ?

સુમુલ ડેરીમાં છેલ્લા એક દાયકાથી ભાજપના બે જૂથો વચ્ચે રાજકીય ખેંચતાણ (BJP Infighting) ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. એક તરફ પૂર્વ પ્રમુખ માનસિંહ પટેલનું જૂથ છે, જ્યારે બીજી તરફ પૂર્વ ઉપપ્રમુખ રાજુ પાઠકનું જૂથ છે.

તાજેતરની ચૂંટણીમાં ભાજપે માનસિંહ પટેલને મેન્ડેટ આપ્યું નહોતું. ત્યારબાદ તેમના જૂથ સાથે જોડાયેલા મનાતા ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને રાજુ પાઠક વચ્ચે રાજકીય ખેંચતાણ વધી હતી. આ વિખવાદની અસર પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પર પણ જોવા મળી હતી. ભાજપના મોવડી મંડળે પ્રમુખ પદની ચૂંટણી બે વખત મોકૂફ રાખવી પડી હતી.

આખરે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કાંતિ ગામીતને પ્રમુખ અને સિનિયર ડિરેક્ટર ભરતસિંહ સોલંકીને ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, નવા હોદ્દેદારોની વરણી બાદ પણ બંને જૂથ વચ્ચેનો મતભેદ યથાવત રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

હવે MD અરુણ પુરોહિતના રાજીનામાની મંજૂરી અને ડૉ. પી.આર. પાંડેની નવી નિમણૂકને કારણે સુમુલ ડેરીના વહીવટી માળખામાં ફેરફાર થયો છે. જોકે, રાજીનામા પાછળનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર થયું નથી.


આ પણ વાંચો: સુમુલ ડેરીનો મોટો નિર્ણય! આજથી દૂધના ભાવમાં રૂ.1થી 6નો વધારો

આ પણ વાંચો: સુમુલ ડેરીની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ: ભાજપમાં આંતરિક વિખવાદની ચર્ચા, 10 દિવસનું અલ્ટીમેટમ

આ પણ વાંચો: સુમુલ ડેરીના સુકાની માટે 17 ઓગસ્ટે ચૂંટણી: પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે આજે ફોર્મ ભરાશે, ભાજપ પેનલમાં લોબિંગ તેજ