Vav Tharad News/ થરાદ નર્મદા કેનાલમાં મહિલાએ 2 બાળકો સાથે ઝંપલાવ્યું જેમાં મહિલાનું મોત, બાળકી શોધખોળ શરૂ

Vav Tharad: વાવ-થરાદના ટડાવ ગામની મહિલાએ થરાદ નજીક નર્મદા કેનાલમાં 2 બાળકો સાથે ઝંપલાવ્યું, મહિલાનો મૃતદેહ મળ્યો, 1 બાળક બચ્યું, 2 વર્ષની બાળકીની શોધખોળ શરૂ

Gujarat Others Breaking News
Vav Tharad

Vav Tharad News: વાવ-થરાદ (Vav Tharad) જિલ્લાના ધરણીધર તાલુકાના ટડાવ ગામની એક મહિલાએ પોતાના બે માસૂમ બાળકો સાથે નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવતાં ચકચાર મચી ગઈ છે. થરાદ દૂધ શીત કેન્દ્ર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં મહિલાએ બંને બાળકો સાથે છલાંગ લગાવી હતી.

Vav Tharad: એક બાળકનો બચાવ, મહિલાનું મોત

ઘટના નજરે પડતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની સમયસૂચકતાથી એક બાળકને હેમખેમ બચાવી લેવામાં આવ્યું હતું. જ્યારે કેનાલમાંથી મહિલાનો મૃતદેહ (Woman’s dead body) બહાર કાઢવામાં આવ્યો હતો.

2 વર્ષની બાળકી ગુમ, શોધખોળ ચાલુ

સાથે રહેલી 2 વર્ષની માસૂમ બાળકી કેનાલ (Canal)માં ગરકાવ થઈ હોવાની આશંકાને પગલે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહિલાએ બે નાના બાળકો સાથે આવું પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ અકબંધ છે. આ હૃદયદ્રાવક (Heart-wrenching) ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક અને અરેરાટી વ્યાપી છે.


આ પણ વાંચો: વાવ-થરાદમાં ખાખીને પડકાર! ખોડા ચેકપોસ્ટ પર પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ, 3 ઝડપાયા

આ પણ વાંચો: વાવ-થરાદનું નડાબેટનું અફાટ રણ બન્યું દરિયો, ભારે વરસાદથી સરહદી વિસ્તારમાં જળ ભરાવ

આ પણ વાંચો: વાવ-થરાદ જિલ્લાને મળ્યું GJ-40 RTO કોડ, થરાદમાં નવી RTO કચેરી શરૂ