Ahmedabad News : અમદાવાદ શહેરના રિક્ષા (Rickshaw) અને ટેક્સી ચાલકોના પડતર પ્રશ્નો તથા ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓની મનમાની સામે હવે ડ્રાઈવરોએ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. આવતીકાલે બુધવાર, તારીખ 25/11/2026ના રોજ બપોરે 12 વાગ્યે અમદાવાદ RTO કચેરી ખાતે રિક્ષા અને ટેક્સીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ડ્રાઈવરો એકત્ર થઈ ન્યાયની માંગણી કરશે.
Rickshaw : વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા આંદોલનનો માર્ગ

યુનિયન આગેવાનોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી રિક્ષા અને ટેક્સી (Taxi Drivers) ડ્રાઈવરો વિવિધ સમસ્યાઓને લઈને હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આ અંગે અગાઉ અલગ-અલગ સરકારી કચેરીઓમાં આવેદનપત્રો આપી, રૂબરૂ રજૂઆતો કરીને તેમજ વિરોધ પ્રદર્શન (Protest) દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓ (Online Aggregator)ને નોટિસો પણ ફટકારવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી, એવો આગેવાનોનો દાવો છે. તંત્રને વારંવાર સમય આપવા છતાં પ્રશ્નોનો નિકાલ ન આવતા, નાછૂટકે ડ્રાઈવરોએ પોતાના હક અને અધિકાર માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
પોલીસ અને RTO તંત્રને લેખિત જાણ કરાઈ
આવતીકાલે યોજાનાર આ વિરોધ પ્રદર્શન અને રજૂઆત કાર્યક્રમ અંગે આયોજકો દ્વારા અમદાવાદ RTO (RTO), રાણીપ પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપીને જાણ કરવામાં આવી છે.
‘રોજગાર બચાવો આંદોલન’માં જોડાયેલા 16 સંગઠનો
આ ‘રોજગાર બચાવો આંદોલન’ (Rojgar Bachao Andolan)ને શહેર અને રાજ્યના વિવિધ 16 જેટલાં રિક્ષા અને ટેક્સી યુનિયનોએ પોતાનો ટેકો જાહેર કર્યો છે. ટેકો આપનાર સંગઠનો:
- અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન-86, નવરંગપુરા
- નવયુગ ઓટો ડ્રાઈવર વેલફેર એસોસિએશન
- અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન-85, વેજલપુર
- ઓટો ડ્રાઈવર એકતા સમિતિ
- ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન
- સિટી ટેક્સી વેલ્ફેર એસોસિએશન
- ધ ઓલ ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન
- સ્માર્ટ સિટી ઓટો ડ્રાઈવર યુનિયન, અમદાવાદ
- અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન
- અમદાવાદ ઓટો રિક્ષા લડત સમિતિ
- વિશ્વ હિન્દુ પરિષદ ડ્રાઈવર એકતા સમિતિ
- પ્રગતિ રિક્ષા ચાલક યુનિયન
- અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર સુરક્ષા સમિતિ
- ગુજરાત સારથી સંઘ
- અમદાવાદ રેલવે સ્ટેશન યુનિયન
- ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર ફેડરેશન
આ પણ વાંચો: મુંબઈમાં રિક્ષાચાલક બન્યા પ્રિન્સ વિલિયમ, પત્ની કેટને પાછળ બેસાડી ચલાવી ઈ-રિક્ષા
આ પણ વાંચો: ભારતની ઑટો રિક્ષા એટલી બધી પસંદ પડી કે બ્રિટન લઈ ગયું આ કપલ…!
આ પણ વાંચો: વડોદરામાં રિક્ષા પલટી જતાં 15 વર્ષની કિશોરી ઇજાગ્રસ્ત, લોકોએ રિક્ષા ઊંચકીને બહાર કાઢી
