Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્રમાં 27 યોગોનો ઉલ્લેખ મળે છે અને એમાંથી 17મો યોગ વ્યતિપાત યોગ (Vyatipat Yog) કહેવાય છે. આ યોગ સૂર્ય અને ચંદ્રમા (Sun and Moon)ની વિશેષ સ્થિતિથી બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને અત્યંત પડકારજનક સમજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકોનો જન્મ વ્યતિપાત યોગમાં થયો હોય એમને જીવનમાં સંઘર્ષો (Problems)નો સામનો કરવો પડી શકે છે. જો કે, પડકારો સામે લડવા માટે આ લોકો સદા તૈયાર રહે છે. તો ચાલો જાણીએ કે, વ્યતિપાત યોગમાં જન્મ લેનારા લોકો કેવા હોય છે? કઈ રીતે પડકારોનો સામનો એમને કરવો પડે છે અને એ કઈ-કઈ ખૂબીઓ છે જે એમને સૌથી ભિન્ન બનાવે છે?
વ્યતિપાત યોગમાં જન્મ લેનારા લોકો કેવા હોય છે? (Vyatipat Yog born People)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકો આ યોગમાં ઉત્પન્ન થાય છે એમને સામાન્ય લોકોથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવા લોકોને ડગલે ને પગલે સંઘર્ષ કરવો પડે છે! જો કે, સ્વભાવથી એ અત્યંત પરિપક્વ હોય છે અને સામાજીક સ્તરે અત્યંત સારી રીતે વ્યવહાર કરે છે. આવા લોકો એમના લક્ષ્યો પ્રત્યે ફોકસ રહે છે અને અસફળતા મળવા છતાંયે હાર માનતા નથી!
આધ્યાત્મિક રુપે એ અત્યંત સક્રિય હોય છે. આવા લોકો કોઈનું દિલ દુભવવા માગતા નથી હોતા એટલે એમની વાણીમાં પણ મધુરતા જોવા મળી શકે છે. આવા જાતકો સારા શ્રોતા અને મદદગાર પણ સાબિત થઈ શકે છે.
વ્યતિપાત યોગમાં જન્મેલા લોકોની 3 વિશેષ ખૂબીઓ (Vyatipat Yog born People qualities)
જ્યોતિષ શાસ્ત્રમાં 27 યોગોનો ઉલ્લેખ મળે છે અને એમાંથી 17મો યોગ વ્યતિપાત યોગ (Vyatipat Yog) કહેવાય છે. આ યોગ સૂર્ય અને ચંદ્રમા (Sun and Moon)ની વિશેષ સ્થિતિથી બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને અત્યંત પડકારજનક સમજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકોનો જન્મ વ્યતિપાત યોગમાં થયો હોય એમને જીવનમાં સંઘર્ષો (Problems)નો સામનો કરવો પડી શકે છે. જો કે, પડકારો સામે લડવા માટે આ લોકો સદા તૈયાર રહે છે. તો ચાલો જાણીએ કે, વ્યતિપાત યોગમાં જન્મ લેનારા લોકો કેવા હોય છે? કઈ રીતે પડકારોનો સામનો એમને કરવો પડે છે અને એ કઈ-કઈ ખૂબીઓ છે જે એમને સૌથી ભિન્ન બનાવે છે?
ભલે ને વ્યતિપાત યોગમાં જન્મ લેનારા લોકોના જીવનમાં સંઘર્ષ આવે પરંતુ એમને સફળતા આસાનીથી ભલે ન મળે પરંતુ એમની કેટલીક ખૂબીઓ એમને દુનિયાથી ભિન્ન બનાવે છે. તો ચાલો જાણીએ આ ખૂબીઓ વિશે…

1. પરિપકવ સ્વભાવ (Mature Nature)
જીવનમાં ખૂબ સંઘર્ષનો સામનો કર્યા બાદ વ્યતિપાત યોગમાં જન્મ લેવારા લોકો અત્યંત પરિપક્વ બની જાય છે આથી એમના વ્યવહારમાં જે પ્રકારની શાલીનતા જોવા મળે છે એવી ઘણા ઓછા લોકોમાં હોય છે! એ અન્યોનું દુખ મહેસૂસ કરી શકે છે અને સારી સલાહ આપી શકે છે. ભલે ને એમનો કોઈ દુશ્મન હોય પણ જો એને મુશ્કેલીમાં જોઈ લે તો એમનું હૃદય દ્રવી જાય છે!

2. અલગ વિચારધારા (Different Thinking)
વ્યતિપાત યોગમાં જન્મ લેનારા લોકો થોડા અલગ રીતે વિચારનારા હોય છે અને રુઢિગત પ્રણાલિકાઓથી દૂર રહેવા માગે છે. આથી આ યોગમાં જન્મ લેનારા લોકો સારા સંશોધકો પણ બની શકે છે. ગહન બૌદ્ધિક ક્ષમતાવાળા હોવાથી ખોટી વસ્તુઓ પર સવાલ ઉઠાવવો અને સાચાનો દરેક હાલતમાં સાથ આપવાની એમની આદત હોય છે.

3. સેવાની ભાવના (Spirit of Service)
સેવા ભાવ વ્યતિપાત યોગમાં જન્મ લેનારાનો સૌથી વિશેષ ગુણ છે. બાકીના લોકો જ્યારે કોઈની સેવા કે મદદ કર્યા પછી અહેસાન જતાવે છે ત્યારે આ યોગમાં જન્મ લેનારા લોકો મોટા ભાગે ગુપ્ત રીતે દાન કરે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
