Botad News: બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં આજે 7મા દિવસે પણ શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ છે. શાળાની નજીક આવેલી ડમ્પિંગ સાઈટ(Botad Dumping Site)માં આગ લાગી હોવાથી તે આગના ઝેરી ધુમાડાની અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડવાનું જોખમ રહેલું છે તેથી વાલીઓએ બાળકોને શાળાએ નહીં મોકવા મજબુર થયા છે.
Botad Dumping Site :405 વિદ્યાર્થીઓમાંથી એક પણ હાજર નથી

શાળામાં વિધ્યાર્થીની સંખ્યા 405 આસપાસ છે પરંતુ વાલીઓના આ નિર્ણય બાદ એકપણ બાળક શાળાઓ આવતું નથી. ડમ્પિંગ સાઈટમાંથી નીકળેલા ઝેરી ધુમાડા (Toxic Smoke)ની અસરથી બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ હોવાનું વાલીઓ માની રહ્યા છે. ડમ્પિંગ સાઈટ હટાવવા અને તેના પર લાગેલી આગ જ્યાં સુધી કાબુમાં નહી લેવામાં આવે ત્યાં સુધી બાળકોને શાળાને નહીં મોકલવાનો વાલીઓએ નિર્ણય કર્યો છે.
તંત્રની ખાતરી છતાં વિરોધ યથાવત
23 નવેમ્બરે બોટાદ નગરપાલિકા (Botad Municipality)ના ચીફ ઓફિસરે ડમ્પિંગ સાઈટ ખસેડવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. એ જ દિવસે સાંજે કલેક્ટર હર્ષદ વોરા (Collector Harshad Vora)એ પણ આ મામલે મૌન તોડ્યું હતું. તેમણે પાલિકાને GPCB અંતર્ગત નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
સ્વાસ્થ્ય અને સ્થળાંતર અંગે મોટા સવાલો

જોકે તંત્રએ પોતાના બચાવમાં આગ પર કાબુ મેળવવા પ્રયત્વ કર્યાની કામગીરી શરૂ કરી હોવાનો દાવો કર્યો છે. તે છતાં બાળકોના વાલીઓએ પોતાનો વિરોધ (Parents Protest)યથાવત રાખ્યો છે. હાલ તો આ મુદ્દો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકો અને વાલીઓની માગ છે કે માત્ર દાવો કરતા નક્કર કામગીરી કરવી જોઈએ. હવે જોવું રહ્યું કે આ મુદ્દાને લઈ તંત્ર અને વાલીઓમાં શું નિર્ણય લેવામાં આવે છે.
આ પણ વાંચો: ભારે વરસાદ બાદ ડમ્પિંગ સાઈટ પર કચરો ધસી પડતાં 30ના મોત, 6 ગંભીર રીતે ઘાયલ; અનેક મકાનો અને વાહનો દટાયા
આ પણ વાંચો: જૂનાગઢ ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલામાં લાગી ભીષણ આગ, JCB અને ડમ્પર બળીને ખાખ
આ પણ વાંચો: ‘કરદાતાના કરોડોનું પાણી, એએમસીના ઓક્સિજન પાર્ક ડમ્પિંગ સાઇટ બન્યા’
