Ahmedabad News: અમદાવાદના નારોલ-વિશાલા હાઈવે પર પીરાણા ડમ્પિંગ યાર્ડ નજીક આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના (Ahmedabad Warehouse Fire) સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી ફેલાતાં આસપાસના વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિ સર્જાઈ હતી.
Ahmedabad Warehouse Fire: હાઈવે પર ધુમાડાથી વાહનચાલકો પરેશાન
ગોડાઉનમાં લાગેલી આગના કારણે નારોલ-વિશાલા હાઈવે (Narol Vishala Highway) પર કાળા ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા (Smoke Pollution) હતા. ધુમાડાને કારણે વાહનચાલકોને રસ્તા પર આગળ જોવામાં મુશ્કેલી પડી હતી. સાથે જ હવામાં પ્રદૂષણ વધતાં હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. કેટલાક લોકોને આંખોમાં બળતરા અને ગૂંગળામણ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
ફાયર વિભાગે હાથ ધરી આગ પર કાબૂ મેળવવાની કામગીરી
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી (Gujarat Fire News) હતી. આગ વધુ ફેલાય નહીં અને નજીકના ઔદ્યોગિક એકમોને નુકસાન ન થાય તે માટે ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા
ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. સમગ્ર મામલે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: સરખેજ-ગ્યાસપુરની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે
આ પણ વાંચો: અમદાવાદના નિર્ણયનગરમાં ભીષણ આગ: ગેસના બાટલા ફાટતાં વિસ્તારમાં અફરાતફરી
આ પણ વાંચો: ખંભાળિયા GIDCમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 3 થી વધુ ફાયર ગાડીઓ દોડી, અફરાતફરીનો માહોલ
