Food Recipe/ પ્રોટીનથી ભરપૂર કશુંક ખાવું છે તો બનાવો મગફળીના લાડુ…ગોળ નાખીને કરી લો ઝટપટ તૈયાર…સરળ રેસિપી!

તમે તમારા બાળકોને દરરોજ આ Peanut Laddu ખવડાવી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે સીંગદાણાના લાડુ સરળતાપૂર્વક બનીને તૈયાર થઈ જાય છે…

Trending Food Lifestyle
Peanut Laddu...કેવળ 3 સામગ્રીમાંથી બનતી protein rich બાળકો માટેની ખાસ રેસિપી..!

Food Recipe: નાસ્તા, લંચ અને ડિનરમાં પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ અવશ્ય સામેલ કરવી જોઈએ. જો તમને પણ કંઇક હૅલ્ધી અને પ્રોટીનયુક્ત આહાર લેવો હોય તો તમે આ મગફળી અર્થાત્ સીંગદાણાના લાડુ (Peanut Laddu Recipe) બનાવીને ખાઈ શકો છો. આ લાડુને ગોળ સાથે બનાવીને ખાશો તો ઓર સ્વાદિષ્ટ લાગશે. શિયાળામાં ગળ્યું ખાવાની ક્રેવિંગ દૂર કરવા માટે આનાથી હૅલ્ધી કોઈ અન્ય વસ્તુ હોઈ જ ન શકે! તમે તમારા બાળકોને દરરોજ આ ખવડાવી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે સીંગદાણાના લાડુ સરળતાપૂર્વક બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો જાણીએ સીંગના લાડુ બનાવવાની શિયાળુ રેસિપી (Winter Recipe) …કેવળ 3 સામગ્રીથી આ લાડુ તૈયાર થઇ જશે!

શી રીતે બનાવશો સીંગદાણાના લાડુ? (Peanut Laddu Recipe) 

સીંગદાણાના લાડુ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Peanut Laddu Ingredients
Peanut Laddu Ingredients

સામગ્રી

1 કપ સીંગદાણા

1/2 થી 3/4 કપ ગોળ

1 ચમચી ઘી

Peanut Laddu Recipe
Peanut Laddu Recipe

બનાવવાની વિધિ (Peanut Laddu Recipe) 

1. સૌપ્રથમ 1 મોટો કપ મગફળીના દાણા (Peanuts)ને કડાઈમાં સૂકા જ શેકી લેવા. એને ધીમા તાપે શેકવા જેથી એ બળે નહિં અને રંગ કાળો ન પડે!

2. સીંગદાણા ઠંડા થાય એટલે એને હાથ વડે અથવા તો કોઈ સ્વચ્છ કપડા વડે ઘસીને એની છાલ દૂર કરી દેવી. થોડી ઘણી રહી જાય તો રહેવા દેવી.

3. હવે એક કડાઈમાં 1 ચમચી ઘી (Ghee) ઉમેરો અને એમાં સીંગદાણાથી અડધા માપે અથવા વધુ ગળપણ જોઇતું હોય તો પોણા ભાગના ગોળ (Jaggery)ને લઈને સમારીને ઉમેરો. ગૅસની ફ્લેમ ધીમી રાખવી અને ગોળને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

4. ગોળમાં પરપોટા જેવું બનાવા લાગશે. એક વાડકીમાં પાણી લઈ એમાં ગોળ ઉમેરીને હાથથી ચૅક કરવું કે હાથે ચોંટ્યા વિના ગોળ બને છે કે નહિં!

5. ગોળ બને એટલે એમાં શેકેલી મગફળી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો અને એને હળવું ઠંડુ કરો. હવે હાથ પર થોડું પાણી લગાવીને તૈયાર મિશ્રણ ચમચીથી લઈને ગોળ લાડુનો શૅપ આપો. આ રીતે તમામ લાડુને બનાવી લેવા.

તો તૈયાર છે તમારા ગોળ અને સીંગદાણાના પૌષ્ટિક લાડુ (Peanut Laddu Recipe) …જે પ્રોટીનથી ભરપૂર (Protein rich Laddu) છે અને ખાવામાં ચિક્કીથી પણ વધારે ટેસ્ટી લાગે છે. શિયાળામાં તમારે અવશ્ય એને ખાવા જોઇએ. બાળકો (Kids) માટે આ સીંગદાણાના લાડુ એક ઉત્તમ હૅલ્ધી સ્વીટનો ઓપ્શન છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો: દુનિયામાં કેવળ એક જ સ્થળે મળશે આ મીઠાઈ…ગુજરાતના સુરતની ફેમસ ઘારી…ઘરે ટ્રાય કરો રેસિપી!

આ પણ વાંચો: