Gujarat News : ગુજરાતના હાઇવે પર ભારતીય સેનાએ એવી કવાયત કરી છે, જે દેશની સંરક્ષણ તૈયારીઓની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર (Amritsar Jamnagar Economic Corridor) પર ભારતીય સેનાના ચાર માઇક્રોલાઇટ વિમાનોએ સફળતાપૂર્વક લેન્ડિંગ (Indian Army Aircraft Landing)અને ટેકઓફ કર્યું હતું. આ અભ્યાસ દ્વારા દર્શાવવામાં આવ્યું કે જરૂરિયાત ઊભી થાય ત્યારે આધુનિક હાઇવેનો ઉપયોગ વૈકલ્પિક રનવે તરીકે પણ કરી શકાય છે. આ કવાયતનો વીડિયો પણ સામે આવ્યો છે.
હાઇવે બન્યો વિમાનનો રનવે
ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 754A પર કિલોમીટર માર્ક 946થી 949 વચ્ચે આ વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારતીય સેનાના ચાર વિમાનોએ નિર્ધારિત માર્ગ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું અને ત્યારબાદ ફરીથી ઉડાન ભરી હતી.
Indian Army Aircraft Landingની આ કામગીરી ‘ટીમ માઉન્ટેન ઇગલ્સ’ દ્વારા ‘વિંગ્સ ઓફ વેલર એન્ડ યુનિટી એક્સપિડિશન’ હેઠળ કરવામાં આવી હતી. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય હાઇવેનો ઉપયોગ માત્ર વાહનવ્યવહાર માટે જ નહીં, પરંતુ વિશેષ લશ્કરી કામગીરીમાં પણ થઈ શકે તે દર્શાવવાનો હતો.
ચાર વિમાનોએ એકસાથે બતાવી તાકાત
આ કવાયતમાં બે ફિક્સ્ડ વિંગ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અને બે ફ્લેક્સિબલ વિંગ સંચાલિત હેંગ ગ્લાઇડર્સ સામેલ હતાં. તેમાં એક્સ-એર ‘હનુમાન’, સવાન્નાહ MXP 740 સહિતનાં માઇક્રોલાઇટ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તમામ વિમાનોએ હાઇવેના નિર્ધારિત ભાગ પર ચોકસાઈપૂર્વક ઉતરાણ કર્યું હતું. ખાસ વાત એ હતી કે લેન્ડિંગ બાદ હાઇવે પર જ વિમાનોમાં ઇંધણ ભરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ફરી ઉડાન માટે તૈયાર કરવામાં આવ્યાં હતાં.
સેના અને NHAI વચ્ચે સંકલન
Gujarat Highway Landingની આ કામગીરી માટે ભારતીય સેના, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI), રાજ્ય પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે સંયુક્ત રીતે કામગીરી કરી હતી.
કવાયત પહેલાં NHAIની ટીમે હાઇવેની સપાટી, પહોળાઈ, મજબૂતાઈ અને સુરક્ષાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. વિમાનોના ઉતરાણ અને ઉડાન દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી પૂર્ણ થયા બાદ હાઇવે પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
નીતિન ગડકરીએ શું કહ્યું?
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ કવાયતની માહિતી શેર કરી હતી. તેમણે ભારતીય સેના અને NHAI વચ્ચેના સંકલનને મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી.
ગડકરીના (Nitin Gadkari)જણાવ્યા અનુસાર, આધુનિક હાઇવે માત્ર આર્થિક વિકાસ અને પરિવહન માટે જ નહીં, પરંતુ દેશની વ્યૂહાત્મક અને સંરક્ષણ જરૂરિયાતો માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમણે આ સફળ કામગીરી માટે ટીમ માઉન્ટેન ઇગલ્સ, NHAI અને અન્ય સંબંધિત એજન્સીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
28 નવેમ્બરે અભિયાન પૂર્ણ થશે
આ સમગ્ર કવાયત ભારતીય સેનાના ‘વિંગ્સ ઓફ વેલર એન્ડ યુનિટી’ (Wings of Valour and Unity)અભિયાનનો ભાગ છે. આ અભિયાનની શરૂઆત 14 નવેમ્બર 2026ના રોજ કરવામાં આવી હતી. મહુ સ્થિત મિલિટરી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગના આર્મી એડવેન્ચર નોડલ સેન્ટર દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાંથી પસાર થઈ રહ્યું છે અને 28 નવેમ્બરે મહુ ખાતે પૂર્ણ થવાનું છે. તેનો હેતુ સેનાની સાહસિક પ્રવૃત્તિઓ, ઉડ્ડયન ક્ષમતાઓ અને ઓપરેશનલ કુશળતાનું પ્રદર્શન કરવાનો છે.
અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર (Amritsar Jamnagar Economic Corridor)પર થયેલી આ કવાયતથી સ્પષ્ટ થાય છે કે યોગ્ય માળખાકીય સુવિધા ધરાવતા હાઇવેનો ઉપયોગ કટોકટી અને વિશેષ પરિસ્થિતિઓમાં વૈકલ્પિક રનવે તરીકે થઈ શકે છે.
