tips and tricks/ ધોયા પછી પણ કાચના ગ્લાસ અને વાડકામાં ડાઘા દેખાય છે? અપનાવો આ સરળ કિચન ટિપ્સ…

કાચના વાસણો કિચનની શોભા વધારવાનું પણ કામ કરે છે. એમને સાફ કરવાનું મુશ્કેલ હોય છે! અહિં કેટલીક સરળ ટિપ્સ (Glass Utensils Cleaning Tips)…

Trending Tips & Tricks Lifestyle
Glass Utensils Cleaning Tips....કાચના વાસણોને સાફ કરવાની Easy 5 ટિપ્સને ફૉલો કરો!

Tips and Tricks: અહિં કેટલીક સરળ ટિપ્સ (Glass Utensils Cleaning Tips) દર્શાવી છે જેમની મદદથી તમે તમારા કાચના કિંમતી ગ્લાસ અને બાઉલ વગેરેને ચમકાવી શકો છો!

કાચના વાસણો કિચનની શોભા વધારવાનું પણ કામ કરે છે. એ જોવામાં જેટલા સુંદર દેખાય છે એમને સાફ કરવાનું એટલું જ મુશ્કેલ હોય છે! ઘણા લોકોની એવી ફરિયાદ રહેતી હોય છે કે દરરોજ ડિશવૉશર અથવા સિંકમાં ધોવા છતાં પણ કાચના વાસણો જેવા કે ગ્લાસ અને બાઉલ પર સફેદ ધૂંધળા ડાઘ કે પાણીના નિશાન રહી જાય છે. જો તમને પણ આ સમસ્યાથી તકલીફ થતી હોય તો ગભરાવાની જરુર નથી. મોંઘા ક્લિનર અને કલાકોની મહેનત વિના પણ કાચના વાસણોને ફરીથી ક્રિસ્ટલ જેવા ચમકદાર બનાવી શકાય છે. અહિં કેટલીક સરળ ટિપ્સ (ગ્લાસ અને બાઉલ ચમકાવવાની ટિપ્સ) દર્શાવી છે જેમની મદદથી તમે તમારા કાચના કિંમતી ગ્લાસ અને બાઉલ વગેરેને ચમકાવી શકો છો!

ડાઘા અને ધૂંધળાપણું કેમ રહી જાય છે? (Stains on glass Utensils)

જ્યારે આપણે કાચના વાસણોને સામાન્ય પાણી વડે ધોઈને હવામાં સૂકાવા માટે રાખી મૂકીએ છીએ ત્યારે આ સંજોગોમાં પાણીની સાથે હાજર ખનીજ કાચ સૂકાયા બાદ એની સપાટી પર સફેદ ડાઘા છોડી દે છે. આ ઉપરાંત, ક્યારેક-ક્યારેક વધુ પડતા લિક્વિડ સોપ અથવા ખોટા સ્ક્રબના ઉપયોગથી પણ વાસણ સાફ કરવા છતાં ધૂંધળા લાગે છે. ખાસ કરીને મહેમાનો આવે ત્યારે આવા ડાઘા વાળા ગ્લાસ કે બાઉલ ડાઇનિંગ ટેબલની ખૂબસૂરતી ફિક્કી પાડી દે છે!

Glass Utensils Cleaning Tips- સફેદ સિરકાનો ઉપયોગ કરવો
Glass Utensils Cleaning Tips- સફેદ સિરકાનો ઉપયોગ કરવો

કાચના ડાઘા સાફ કરવાની સરળ ટિપ્સ (Glass Utensils Cleaning Tips)

અહિં ડાઘા દૂર કરવાની કેટલીક ટિપ્સ દર્શાવી છે જેને તમે ફૉલો કરી શકો છો.

1. સફેદ સિરકો (White vinegar)

સિરકામાં રહેલો હળવો એસિડ ક્ષારયુક્ત પાણીના મિનરલ અર્થાત્ ખનીજ ડિપોઝીટ્સને સરળતાથી દૂર કરે છે. આ માટે એક વાડકા કે નાના ટબમાં નવશેકું પાણી લેવું અને એમાં 1 કપ સિરકો મિક્સ કરવો. ધૂંધળા ગ્લાસ અને બાઉલને એમાં 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખો. પછી એને સ્વચ્છ પાણી વડે ધોઈ દેવા.

2. લીંબુનો રસ (Lemon Juice)

ફ્રેશનેસ અને એક્સ્ટ્રા ચમક માટે કાચના ધોયેલા વાસણોને અડધા લીંબુના રસથી હળવા ઘસીને નવશેકા પાણી વડે ધોઇ લેવા. આમ કરવાથી કાચના ગ્લાસ અને બાઉલની ચમક યથાવત્ રહે છે.

Glass Utensils Cleaning Tips-ધોઈને તરત જ લૂછવા
Glass Utensils Cleaning Tips-ધોઈને તરત જ લૂછવા

ચમક જાળવી રાખવા માટેની સરળ ટિપ્સ (Tips to keep Shine of Glass Utensils)

1. તરત જ લૂછવા

કાચના વાસણોને ધોયા બાદ તરત જ મુલાયમ સુતરાઉ કપડા અથવા માઇક્રોફાઈબર ટૉવેલ વડે લૂછી લો. આનાથી પાણીના ડાઘા બનવાની સંભાવના બિલકુલ નથી રહેતી.

2. મુલાયમ સ્પોંજથી ધુઓ

સ્ટીલ, વૂલ કે કડક સ્ક્રબરથી કાચના વાસણ ન ધોવા કારણ કે બારીક ઉઝરડા પડતા જ કાચ હંમેશા માટે ધૂંધળો દેખાવા લાગે છે.

3. યોગ્ય માત્રામાં સાબુ વાપરો

ઘણો વધારે લિકવિડ સોપ નાખવાથી એ સપાટી પર ચોંટેલો રહેવાની સંભાવના રહે છે. આથી ઓછી માત્રામાં ડિશ સોપનો ઉપયોગ કરવો અને કાચના વાસણો બરાબર વીંછળવા.


આ પણ વાંચો: ટ્યૂબલાઈટ અને બલ્બ સાફ કરવાની સરળ રીત…રોશનીથી ઝગમગી ઉઠશે ઘર…વધી જશે અજવાળું!

આ પણ વાંચો: લક્ષ્મી-ગણેશની ધાતુની મૂર્તિને દિવાળી પહેલા કેવી રીતે ચમકાવશો? આ ઘરગથ્થુ ટિપ્સ કામ આવી શકે!

આ પણ વાંચો: બજારમાંથી શાકભાજી ખરીદતી વખતે રાખો ધ્યાન…ભીંડા થી માંડીને બ્રોકલી સુધી યોગ્ય પસંદગીની ટિપ્સ!