Surat News: સુરતના ઉદ્યોગ જગતમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. મુંબઈ અને સુરતની ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશન વિંગ (DDI) દ્વારા સંયુક્ત ઓપરેશન (Surat Income Tax Raid) હાથ ધરીને અકાય ઈન્ડસ્ટ્રીઝ (Akay Industries) અને શ્રી અરિહંત ડાયકેમ (Shree Arihant Dychem) કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં બંને શહેરોના 80થી વધુ અધિકારીઓ જોડાયા છે.
Surat Income Tax Raid: ડિરેક્ટરોના ઘર અને કોર્પોરેટ ઓફિસ પર તપાસ
આવકવેરા વિભાગની ટીમે શ્રી અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાનો પર સર્ચ હાથ ધર્યું છે. આ ઉપરાંત મુંબઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ અને બંને કંપનીઓનાં અન્ય ધંધાકીય સ્થળોએ પણ તપાસ કરવામાં આવી રહી છે.
દસ્તાવેજો અને હિસાબી વ્યવહારોની તપાસ
સવારે 9:30 વાગ્યા સુધી મળેલી વિગતો મુજબ, આવકવેરા વિભાગના અધિકારીઓ અન્ય સંબંધિત સ્થળોએ પણ પહોંચ્યા હતા. ત્યાં દસ્તાવેજો અને હિસાબી વ્યવહારોની તપાસ (Surat Business News) ચાલી રહી છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની વધુ વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ગાંજાના નેટવર્ક સામે કાર્યવાહી, એકસાથે પાંચ સ્થળોએ દરોડા કરી છ આરોપીઓની ધરપકડ
આ પણ વાંચો: ખાખરાના પેકેટમાં ગંભીર બેદરકારી! વડોદરાના કામ્યા ગૃહ ઉદ્યોગ પર મનપાના ફૂડ વિભાગના દરોડા
આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં ડેપ્યુટી ડાયરેક્ટરને ત્યાં લોકાયુક્તના દરોડા, 7.6 કરોડની અપ્રમાણસર સંપત્તિ મળી
