Ajab Gajab News: Egyptian Curse Book: મિસ્રના થીબ્સના મંદિરના ખંડેરો (Ruins of the temple of Thebes in Egypt) પાસે 3,400 વર્ષ પુરાણા કચરાના પહાડમાંથી પુરાતાત્વિક ખજાનો હાથ લાગ્યો છે! આર્કિઓલૉજીસ્ટ્સ (Archaeologists)ને ટપાલ ટિકિટના આકારના 40 બળેલા પપાઈરસ ટુકડા (papyrus pieces) મળ્યા છે. આ ટુકડા જાણીતી અપોફિસ રિચ્યુઅલ (Apophis Ritual) સાથે સંકળાયેલા છે. નવો અભ્યાસ જણાવે છે કે પૂજારીઓ ઉપરાંત સામાન્ય લોકો પણ શાપ આપવા માટે આ પ્રથાને અનુસરતા હતા!
Egyptian Curse Book papyrus pieces
મિસ્રના પ્રાચીન ઈતિહાસ અંગે એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. પુરાતત્વવિદોને થીબ્સના મંદિરના ખંડેરો પાસે 3,400 વર્ષ જૂના કચરાના ઢગલામાંથી પ્રાચીન શ્રાપના સબૂતો મળ્યા છે. રિસર્ચ કરનારાને અહિં કોઈ આખું પુસ્તક નથી મળ્યું પરંતુ એમને ટપાલ ટિકિટ (Postage Stamp)ના આકારના 40 બળેલા પપાઈરસ (કાગળ જેવા) ટુકડા મળ્યા છે. આ સ્ટડી ‘જર્નલ ઑફ ધ ઈજીપ્શિયન લેન્ગ્વેજ એન્ડ એન્ટિક્વિટીઝ’ માં છપાયેલો છે. આ ટુકડા પ્રાચીનના મશહૂર ‘અપોફિસ રિચ્યુઅલ’ સાથે સંલગ્ન છે. આ શાપ દ્વારા દુશ્મનો પર સૂર્ય દેવતાના પ્રકોપની કામના કરવામાં આવતી હતી.
પુરાતાત્વિક દ્રષ્ટિકોણથી આ શોધ એક છૂપો ખજાનો (Cursed Treasure) હાથ લાગવા જેવી છે! ઇતિહાસકાર અત્યાર સુધી એવું માનતા હતા કે આ પદ્ધતિ સીમિત હતી. પરંતુ તાજેતરના આ સબૂતો દર્શાવે છે કે આ શ્રાપ વિધિ અગાઉના અનુમાનથી પણ 1,000 વર્ષ વધુ પ્રાચીન છે. રોજબરોજની જીંદગીમાં આનો ઉપયોગ એક સામાન્ય બાબત હતી!

સૂર્ય દેવતા ‘રા’ અને સાપ દેવતા ‘અપોફિસ’ સાથે જોડાયેલો આ શાપ શું છે?
આ 40 બળેલા ટુકડાઓથી પહેલા ‘અપોફિસ રિચ્યુઅલ’નો એક જ લેખિત રેકોર્ડ મોજૂદ હતો. એ રિચ્યુઅલ મેન્યુ્અલ ચોથી સદી ઈસા પૂર્વના અંત સમયનું હતુ. મિસ્રના પૂજારીઓએ શરુઆતમાં આ મંત્ર સૂર્ય દેવતા ‘રા’ (Sun)ની મદદ મેળવવા માટે બનાવ્યો હતો. એનો ઉદ્દેશ્ય અરાજકતા, આગ અને અંધકારના સાપ દેવતા ‘અપોફિસ’ (Snake) સામે લડવાનો હતો.
‘અપોફિસ’ને સૂર્ય દેવતા ‘રા’ નો હંમેશાથી દુશ્મન માનવામાં આવે છે. ત્યાર પછી આ રિચ્યુઅલ (તાંત્રિક વિધિ)નો ઉપયોગ ફૈરો (Pharaohs, શાસક)ના દુશ્મનોને શ્રાપ આપવા માટે થવા લાગ્યો હતો. લોકો ખરાબ મોસમ અને ઝેર જેવી મુસીબતોને રોકવા માટે પણ આનો સહારો લેતા હતા.
શું સામાન્ય લોકો પણ આ જાદુઈ શાપ (Egyptian Curse Book)નો ઉપયોગ કરતા હતા?
સંશોધકોને પહેલા લાગતું હતું કે ‘અપોફિસ રિચ્યુઅલ’ (શાપ આપવાની વિધિ) પર ફક્ત ધાર્મિક નેતાઓનો અધિકાર હતો. પરંતુ થીબ્સના મંદિરના ખંડેરોમાંથી મળતા ટુકડાઓએ આ ધારણા બદલી નાખી છે!
કોપહેગન યુનિવર્સિટીના ઈજીપ્ટોલૉજીસ્ટ અને સ્ટડીના સહલેખક ફ્રેડરિક હેગને કહે છે કે, “આ ટુકડા દર્શાવે છે કે આ રિચ્યુઅલ ચોથી સદી ઈસા પૂર્વના સબૂતથી પણ ઘણું જ પ્રાચીન હતું. 1,000 વર્ષ પહેલા ન્યૂ કિંગડમના દોરમાં આ મિસ્રની સંસ્કૃતિ (Egyptian Culture)નો એક ભાગ હતો.”
હેગનના જણાવ્યાનુસાર, “પૂજારી (Priest) ન હોય એવા ભણેલા-ગણેલા લોકો પણ જાદુગર અને હીલરની જેમ કામ કરતા હતા. સામાન્ય લોકો સુરક્ષા મેળવવા માટે અન્યો પર હુમલા કરવા માટે આ મંત્રોની મદદ લેતા હતા.”

શાપને સફળ બનાવવા માટે પપાયરસ (Egyptian Curse Book) પર થૂંકતા અને ચાકુ મારતા!
પુરાતાત્વિક દ્રષ્ટિકોણથી આ શોધ એક શાપિત ખજાનો (Cursed Treasure) હાથ લાગવા જેવી છે! ઇતિહાસકાર અત્યાર સુધી એવું માનતા હતા કે આ પદ્ધતિ સીમિત હતી. પરંતુ તાજેતરના આ સબૂતો દર્શાવે છે કે આ શ્રાપ વિધિ અગાઉના અનુમાનથી પણ 1,000 વર્ષ વધુ પ્રાચીન છે. રોજબરોજની જીંદગીમાં આનો ઉપયોગ એક સામાન્ય બાબત હતી!
આ બળેલા ટુકડા આજ દિવસ સુધી બચેલા રહ્યાં એ પણ એક અજબ ઘટના છે! કારણ એ છે કે આ શાપ આપવા માટેના અજીબ નિયમો હતા. પપાયરસ પર મંત્ર લખ્યા બાદ એને સળગાવતા પહેલા એને પગથી કચડવામાં આવતા અને એની ઉપર ચાકુથી વાર કરવામાં આવતા અને લોકો થૂંકતા પણ હતા. છેલ્લે આ આખી સામગ્રીને આગમાં નષ્ટ કરી દેવામાં આવતી હતી!
હેગનના જણાવ્યાનુસાર, “રિચ્યુઅલના સફળ થવા માટે સામગ્રીને આગમાં બાળવી જરુરી હતી. આથી જ એનું હાલ વાંચવા લાયક હાલતમાં મળવું એ મોટી ખુશકિસ્મતી છે.”
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો : રસ્તા પર લોકોના પગ પકડતો રહ્યો વાનર…પછી એમ્બ્યુલન્સમાં બેસીને પહોંચ્યો હોસ્પિટલ..!
