Ahmedabad News/ માન્યતા રદ છતાં શાળા ચાલુ રાખી, મણિનગરની એજ્યુનોવા સ્કૂલને DEOની નોટિસ

EduNova School: અમદાવાદના મણિનગરની એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ થયા બાદ પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખી વિદ્યાર્થીઓ પાસેથી બીજા સત્રની ફી વસૂલવામાં આવી હતી. આ મામલે DEOએ કારણદર્શક નોટિસ આપી વિદ્યાર્થીઓને નજીકની શાળામાં ખસેડવા સૂચના આપી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
EduNova School: માન્યતા રદ છતાં સ્કૂલ ચાલુ, એજ્યુનોવાને DEOની કડક નોટિસ

Ahmedabad News: મણિનગરની એજ્યુનોવા સ્કૂલ (EduNova School)ને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત બોર્ડના નિયમોનું પાલન ન થવાને કારણે શાળાની માન્યતા રદ કરવામાં આવી હતી, તેમ છતાં શાળા દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પાસેથી બીજા સત્રની ફી પણ વસૂલવામાં આવી હતી. આ મામલે DEOએ કડક વલણ અપનાવી વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની અન્ય શાળામાં ખસેડવા માટે શિક્ષણ નિરીક્ષકને સૂચના આપી છે.


આ પણ વાંચો: ‘હિસાબ આપો નહીંતર ગ્રાન્ટ બંધ, અમદાવાદની 153 ગ્રાન્ટેડ શાળાઓને DEOની નોટિસ

આ પણ વાંચો: અમદાવાદમા સ્વેટરને લઈ દબાણ મુદ્દે 9 શાળાઓને DEOની નોટિસ

આ પણ વાંચો: અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલે DEOની નોટિસનો કર્યો ઉલાળિયો