Dharma & Bhakti/ ગીતા જયંતિ 2026 ક્યારે મનાવવામાં આવશે? આ દિવસે મોક્ષદા એકાદશીનો સંયોગ…જાણો તારીખ અને ધાર્મિક મહત્વ…

ઉદયા તિથિ અનુસાર, ગીતા જયંતિ (Gita Jayanti 2026) અને મોક્ષદા એકાદશીનું પર્વ 20 ડિસેમ્બરના રવિવારના રોજ મનાવવામાં આવશે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Gita Jayanti 2026...શ્રીમદ્ભગવદ્ગીતાનું Divine જ્ઞાન અને અર્જુનનો મોહભંગ..!

Dharm & Bhakti: સનાતન ધર્મમાં ગીતા જયંતિ (Gita Jayanti 2026)નું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. એવી માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રમાં અર્જુનને શ્રીમદ્ભગવદ્ગીતાનું દિવ્ય જ્ઞાન આપ્યું હતુ. વર્ષ 2026માં ગીતા જયંતિ 20 ડિસેમ્બરે મનાવવામાં આવશે. વિશેષ બાબત તો એ છે કે આ દિવસે મોક્ષદા એકાદશી (Mokshda Ekadashi 2026)નો પણ સંયોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ ગીતા જયંતિ 2026ની સાચી તારીખ, શુભ તિથિ અને એનું ધાર્મિક મહત્વ…

ક્યારે છે ગીતા જયંતિ? (Gita Jayanti 2026)

જ્યોતિષ પંચાંગ અનુસાર, ગીતા જયંતિ દર વર્ષે માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે. એને મોક્ષદા એકાદશી પણ કહે છે. આ વર્ષે આ પર્વ રવિવારના રોજ 20 ડિસેમ્બરે (20 December 2026) મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે (Shree Krishna) અર્જુન ને શ્રીમદ્ભગવદ્ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

Gita Jayanti 2026- Shree krishna Arjuna
Gita Jayanti 2026- Shree krishna Arjuna

ગીતા જયંતિ 2026ની તિથિ (Gita Jayanti 2026 Date)

પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 19 ડિસેમ્બર 2026ના રાત્રે 10 વાગીને 9 મિનિટે થશે. એનું સમાપન 20 ડિસેમ્બરે રાત્રે 8 વાગીને 14 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર, ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશીનું પર્વ 20 ડિસેમ્બરના રવિવારના રોજ મનાવવામાં આવશે.

ગીતાજીની 5163મી વર્ષગાંઠ (Shrimad Bhagwat Gita birth Date 2026)

વર્ષ 2026માં ગીતા જયંતિએ શ્રીમદ્ભગવદ્ગીતાની 5163મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. જો કે, આ વર્ષગાંઠનો ઉલ્લેખ ધાર્મિક ગણનાના આધારે જ કરવામાં આવ્યો છે.

શા માટે વિશેષ છે ગીતા જયંતિ?

ગીતા જયંતિ કેવળ એક ધાર્મિક પર્વ નથી પરંતુ જીવનને યોગ્ય દિશા આપનારા જ્ઞાનનો ઉત્સવ પણ છે. શ્રીકૃષ્ણે અર્જુન (Arjuna)ને નિષ્કામ કર્મ, ધર્મ અને આત્મજ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતુ. ગીતામાં દર્શાવ્યું છે કે મનુષ્યે પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઇએ. આ ઉપદેશ જીવનની મુશ્કેલીઓ અને માનસિક મૂંઝવણોમાં યોગ્ય નિર્ણય લેવાની પ્રેરણા આપે છે.

Gita Jayanti 2026- Mokshada Ekadashi 2026
Gita Jayanti 2026- Mokshada Ekadashi 2026

મોક્ષદા એકાદશીનું મહત્વ

ગીતા જયંતિના દિવસે જ મોક્ષદા એકાદશી મનાવવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ઉપવાસ (Fasting) અને ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની પૂજા કરવાથી પાપોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, પિતૃઓની સદ્ગતિ અને પરિવારની સુખ-શાંતિ માટે પણ આ વ્રત વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

શી રીતે કરવા પૂજા-પાઠ?

આ દિવસે સવારે જલદી ઉઠીને સ્નાન કરવું અને વ્રતનો સંકલ્પ લેવો. પૂજા સ્થળ પર ભગવાન શ્રીકૃષ્ણ અથવા વિષ્ણુની પ્રતિમા સાથે શ્રીમદ્ભગવદ્ગીતાને સ્થાપિત કરવી. ભગવાનને પીળા ફૂલો, તલસી દળ, ચંદન અને ફળ સમર્પિત કરવા. ત્યાર બાદ, ગીતાના 12મા અથવા 15મા અધ્યાયનો પાઠ પણ કરી શકો છો. અંતે આરતી કરવી અને સામર્થ્ય અનુસાર અન્ન, વસ્ત્ર અથવા ગીતા ગ્રંથનું દાન કરવું.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: