Ahmedabad News: અમદાવાદના સારંગપુર વિસ્તારમાં કાલુપુર ઝૂલતા મિનારા તરફ જવાના માર્ગ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની 20 કોમર્શિયલ મિલકતો દૂર કરવાની કામગીરીને (Kalupur Demolition) લઈને વિવાદ સર્જાયો છે. રેલવે સ્ટેશનના (Kalupur Railway Station) રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (AMC Demolition Drive) માટે આ જગ્યાની જરૂરિયાત હોવાથી કોર્પોરેશને મિલકતો ખાલી કરાવવાનો નિર્ણય લીધો છે. આજે બપોરે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચતાં સ્થાનિક દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો હતો.
Kalupur Demolition: રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે જગ્યા ખાલી કરાવવાનો નિર્ણય
મળતી માહિતી મુજબ, કોર્પોરેશનની માલિકીની આ 20 કોમર્શિયલ મિલકતો ભૂતકાળમાં ભાડે આપવામાં આવી હતી. જોકે, રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આ જગ્યાની જરૂરિયાત ઊભી થતાં AMC દ્વારા મિલકતો ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે કોર્પોરેશન દ્વારા દુકાનદારોને અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી.
કોર્ટમાં પહોંચ્યો હતો મામલો, દુકાનદારોનો વિરોધ
મિલકતો ખાલી કરાવવાના નિર્ણય સામેનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટ દ્વારા સંબંધિત લોકોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રક્રિયા બાદ કોર્પોરેશન દ્વારા ફરી નોટિસ પાઠવવામાં આવી હતી.
આજે બપોરે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ બુલડોઝર સાથે પોલીસ બંદોબસ્તમાં સ્થળ પર પહોંચી હતી. કોમર્શિયલ મિલકતો ઉપરાંત આસપાસના દબાણો દૂર કરવાની પણ કામગીરી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે, કોર્પોરેશનની ટીમ પહોંચતાં જ સ્થાનિક દુકાનદારોએ કામગીરીનો વિરોધ કર્યો હતો, જેના કારણે સ્થળ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો અને મકાનો સહિતનાં દબાણો દૂર
આ પણ વાંચો: અમદાવાદમાં નવી ડિમોલિશન પોલિસી તૈયાર! હવે બાંધકામ તોડતાં પહેલાં 7 દિવસની નોટિસ ફરજિયાત
