Morbi News: મોરબી જિલ્લાના વાંકાનેર શહેર અને મુળી તાલુકાનાં ગામડાંમાં આજે વહેલી સવારથી PGVCL દ્વારા વીજ કનેક્શનની તપાસ હાથ (PGVCL Raid Wankaner) ધરવામાં આવી છે. પોલીસ અને SRPના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 33 ટીમો રહેણાક અને કોમર્શિયલ વીજ કનેક્શન ચેક કરી રહી છે. આ કાર્યવાહીથી વીજચોરી (Electricity Theft Checking) કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
PGVCL Raid Wankaner: વાંકાનેરના અનેક વિસ્તારોમાં તપાસ
વાંકાનેરના આરોગ્યનગર, એકતાનગર અને રોયલ પાર્ક સહિતના વિસ્તારોમાં રહેણાક વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મુળી તાલુકાનાં વિવિધ ગામોમાં પણ રહેણાક અને કોમર્શિયલ વીજ કનેક્શન ચેક કરવામાં આવી રહ્યાં છે.
અન્ય જિલ્લાની ચેકિંગ સ્ક્વોડ પણ જોડાઈ
આ તપાસમાં મોરબી જિલ્લાના PGVCLના અધિકારીઓ ઉપરાંત અન્ય જિલ્લાની ચેકિંગ સ્ક્વોડના અધિકારીઓ પણ જોડાયા છે. મોટા પાયે હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન વીજચોરીના કિસ્સા મળી આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
PGVCL દ્વારા આગામી સમયમાં મોરબી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં પણ વીજ કનેક્શનની તપાસ ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો: જામનગર-દ્વારકામાં બે દિવસમાં 152 વીજચોરી ઝડપાઈ, PGVCLનું સઘન ચેકિંગ ચાલુ
આ પણ વાંચો: PGVCLનો વીજતાર તૂટતાં 5 ભેંસોનાં મોત, માલધારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો
