Surendranagar News/ લીંબડી હાઈવે પર રિવોલ્વર ઝૂંટવી ભાગતા આરોપી પર PSIનું ફાયરિંગ, આરોપીને પગમાં ગોળી વાગી

PSI Firing: લીંબડી હાઈવે પર જામનગર પોલીસની રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતા ગાંજાના આરોપી પર પીએસઆઈનું ફાયરિંગ, પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડાયો

Breaking News Gujarat Others
PSI Firing

Surendranagar News: સુરેન્દ્રનગરના લીંબડી નજીક નેશનલ હાઈવે પર પોલીસ અને આરોપી વચ્ચે ગોળીબારની ઘટના બની છે. પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે આરોપીએ પોલીસકર્મીની રિવોલ્વર આંચકી લઈ ફાયરિંગ કર્યું, જેના જવાબમાં PSI એ ફાયરિંગ કરતા (PSI Firing) આરોપીને પગમાં ગોળી વાગી. જામનગર પોલીસની ટીમ તેને મધ્યપ્રદેશથી પરત લાવી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.

PSI Firing પોલીસકર્મીઓ પર હુમલો કરી ફરાર થયો હતો આરોપી

આ આરોપી ઠાકોરભાઈ કલમિયાભાઈ ડામોર જામનગરના ગાંજાના કેસ (Ganja Accused)માં વોન્ટેડ હતો. અગાઉ તે એન્ટી નાર્કોટિક્સ સેલના બે પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરી નાસી ગયો હતો. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શનમાં જામનગર એલસીબી (Jamnagar LCB)ની ટીમે તેને મધ્યપ્રદેશના ઝાબુઆથી પકડ્યો હતો.

કુદરતી હાજતનું બહાનું કાઢી ગાડી રોકાવી

 PSI Firing

લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીના જણાવ્યા અનુસાર, ટીમ જામનગર પરત ફરતી વખતે લીંબડી હાઈવે (Limbdi Highway) પર રામા ધણી હોટલ પાસે પહોંચી હતી. અહીં આરોપીએ કુદરતી હાજતે જવાનું કહી ગાડી રોકાવી હતી. આ તકનો લાભ લઈ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

ASIની રિવોલ્વર આંચકી બે રાઉન્ડ ફાયર કર્યા

આરોપીએ ASI અરજણભાઈ કોડીયાતરની રિવોલ્વર આંચકી (Revolver Snatch) લઈને પોલીસ તરફ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તુરંત PSI એમ.એમ. કુંભારવાડિયાએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયર કર્યા, જેમાંથી એક ગોળી આરોપીના ઘૂંટણની નીચે વાગી. તે ત્યાં જ ઢળી પડતાં પોલીસે તેને ફરી દબોચી લીધો અને સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડ્યો. લીંબડી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ થઈ છે.

ધાનેરામાં પણ થયું હતું ફાયરિંગ

આ ઘટના પહેલા શનિવારે બનાસકાંઠાના ધાનેરામાં ફાયરિંગ (Dhanera Firing)નો બનાવ બન્યો હતો. NDPSના ગુનામાં પકડાયેલા આરોપીએ પોલીસની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કરી વાહનચાલક પર હુમલો કર્યો હતો. ત્યારે ધાનેરા PIએ સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયર કરી આરોપીના પગમાં ગોળી મારી હતી. રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત અને કડક કાર્યવાહીની સૂચના બાદ પોલીસના આ પગલાં ગુનેગારો માટે ચેતવણીરૂપ ગણાય છે.


આ પણ વાંચો: રોહતકમાં ગેંગવોરથી ખળભળાટ: મિલન ઢાબા પર અંધાધૂંધ ફાયરિંગ, 4 યુવકોની હત્યા

આ પણ વાંચો: પાટણમાં શ્રેય મોલ પાસે ધોળા દિવસે ફાયરિંગ, 5થી 6 રાઉન્ડ ગોળીબાર કરી બુકાનીધારીઓ ફરાર

આ પણ વાંચો: બિહારના મધુબનીમાં ASIના ફાયરિંગથી ગ્રામીણનું મોત, ઘરમાં યુવતીને મળવા ગયેલા ASIને ગામલોકોએ ઘેર્યો, 3 ઈજાગ્રસ્ત