બનાસકાંઠા,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે તેમ તેમ નેતાઓ, ધારાસભ્યો ચૂંટણી પ્રચારમાં લાગી ગયાં છે. ત્યારે બનાસકાંઠામાંં આવેલા ધાનેરાના ધારાસભ્યનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડેઠા ગામમાં વિકાસના કોઈ પણ કાર્યો ન થયા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો, તેમજ પ્રચારમાં ગયેલા ધારાસભ્યને ધક્કા મારી હાંકી કાઢવામાં આવ્યાં હતાં જેને પગલે સભા સ્થળે જ ધારાસભ્યએ ભાગવું પડ્યું હતું. લોકોનો આક્રોશ જોતાં જોઈતાભઆઈ ચાલતા થયા હતાં.
