અલ્પેશ ઠાકોર આજે સાંજે દિલ્હી જવા માટે રવાના થવાના છે. અલ્પેશ ઠાકોર દિલ્હી જઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે અને ચર્ચા વિચારણા કરશે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ચૂંટણીનો જંગ લડ્યા હતા. જેમાં તેઓએ જીત મેળવી હતી. જો કે હવે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તે માટે કોંગ્રેસના પ્રદેશ નેતાઓમાં ચર્ચા ઉઠી છે.
ત્યારે હવે બે ચહેરા રાધનપુર બેઠક પરથી જીતેલા અલ્પેશ ઠાકોર અને અમરેલી બેઠક પરથી જીતેલા ઉમેદવાર પરેશ ધાનાણીનું નામ ખૂબજ ચર્ચામાં આવ્યું છે. પરંતુ અલ્પેશ ઠાકોરને જ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવશે તેવી શક્યતા સેવાઇ રહી છે.
