Not Set/ 6 વર્ષના બાળકની હત્યા કરી સુટેકસમાં નાંખી દીધો,સાવકી માતા પર શંકા

  સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં એક બાળકની હત્યા કરાયેલી લાશ તેના ઘરમાંથી જ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી.સુરેન્દ્રનગરના કલેક્ટર કચેરીની પાછળના વિસ્તારમાં એક ઘરમાંથી 6 વર્ષના બાળકની હત્યા કરાયેલી લાશ સુટકેસમાંથી મળી આવી હતી.ભદ્ર નામના આ છોકરાની લાશ મળી આવતા તેની સાવકી માતા પર આંગળી ચિંધાઇ રહી છે.પોલિસે મૃતક ભદ્ર ઉર્ફે ધૃવની સાવકી માતા જીનલ પરમારની […]

Top Stories

 

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં એક બાળકની હત્યા કરાયેલી લાશ તેના ઘરમાંથી જ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી.સુરેન્દ્રનગરના કલેક્ટર કચેરીની પાછળના વિસ્તારમાં એક ઘરમાંથી 6 વર્ષના બાળકની હત્યા કરાયેલી લાશ સુટકેસમાંથી મળી આવી હતી.ભદ્ર નામના આ છોકરાની લાશ મળી આવતા તેની સાવકી માતા પર આંગળી ચિંધાઇ રહી છે.પોલિસે મૃતક ભદ્ર ઉર્ફે ધૃવની સાવકી માતા જીનલ પરમારની અટકાયત કરી હતી.પોલિસને શંકા છે કે ભદ્રની હત્યા તેની સાવકી માતા જીનલે કરી છે.જો કે પોલિસ હાલ ભદ્રના પિતા શાંતિલાલ પરમારની પણ પુછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે કલેક્ટર કચેરીની પાછળ આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતો 6 વર્ષનો ભદ્ર મંગળવારે ગુમ થઇ ગયો હતો.ભદ્રના પિતાએ પોલિસમાં ગુમ થવાની ફરિયાદ પણ કરી હતી.જો કે ભદ્રનો મૃતદેહ તેના જ ઘરમાં સુટકેસમાંથી મળી આવ્યો હતો.ભદ્રનો ગળુ દબાયેલી હાલતમાં સુટકેસમાંથી મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ભદ્રના પિતા શાંતિલાલે તેની સાવકી માતા પર આરોપ લગાવ્યો છે.. આ મામલે પોલીસે ભદ્રની માતાની અટકાયત કરી આખી રાત તેની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, માતાએ કશુ ન કર્યું હોવાનું રટણ રટ્યું હતું. હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે  આવ્યું છે કે ભદ્રની હત્યા તેની જ સાવકી માતા જીનલે જ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભદ્રની સાવકીમાતાના આ ત્રીજા લગ્ન છે. અને અને તેમના પિતાના આ બીજા લગ્ન છે.

પોલીસને જાણ થતા ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ લઈ પહોંચી હતી. હવે જાણવાનુંએ છે કે ભદ્રની હત્યા કોને કરી અને શા માટે કરી તેની તપાસ પોલીસ કરી રહી છે.