શ્રીનગર,
જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર થયેલ હુમલાને લઈને સેનાનું ઓપરેશન હજી યથાવત છે, ત્યારે બીજી બાજુ શ્રીનગરમાં પણ આતંકીઓએ એક હુમલાનો પ્રયત્ન કર્યો હતો, જો કે આ હુમલાના પ્રયત્નને સીઆરપીએફની ટીમે નિષ્ફળ બનાવ્યો છે. સોમવારે વહેલી સવારે શ્રીનગરના કરણનગરમાં એકે-૪૭થી સજ્જ બે આતંકીઓ આર્મી કેમ્પ તરફ આગળ વધી રહ્યા હતા, જો કે સીઆરપીએફે તેમને જોતા જ ફાયરીંગ શરુ કર્યુ હતું, જેથી આતંકીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હવે આ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરુ કરાયુ છે.
Jammu & Kashmir: Encounter underway at CRPF camp in Srinagar's Karan Nagar. 23 Bn CRPF engaged in firing; Visuals deferred by unspecified time pic.twitter.com/mHFf3UNHyf
— ANI (@ANI) February 12, 2018
આતંકીઓએ આ નિષ્ફળ હુમલાનો પ્રયત્ન આજે સવારે ૪-૩૦ વાગ્યે કર્યો હતો. શ્રીનગરમાં અત્યારે તીવ્ર હિમવર્ષા થઈ રહી છે, જેનો ફાયદો ઉઠાવી આતંકીઓ ભારતને મોટાપાયે નુકશાન પહોંચાડવાની ફિરાકમાં છે. આતંકીઓનો આ નિષ્ફળ પ્રયત્ન શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલ નજીક આવેલ આર્મી કેમ્પ પર કરાયો હતો.
Jammu & Kashmir: Latest #Visuals from Srinagar's Karan Nagar where an encounter is underway at a CRPF camp ( Visuals deferred by unspecified time) pic.twitter.com/klOw6GVs4W
— ANI (@ANI) February 12, 2018
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક હોસ્પિટલ પર પણ હુમલો થયો હતો. જેમાં આતંકીઓએ પોતાના એક સાથીને ભગાડી લઈ ગયા હતા. હોસ્પિટલ પાસે જ સીઆરપીએફની ૨૩મી બટાલિયનનુ હેડક્વાર્ટર આવેલ છે.
આતંકીઓના પ્રયત્ન અંગે સીઆરપીએફ આઈજી રવિદીપ શાહીએ જણાવ્યુ હતું કે, અમે જેવા બે આતંકીઓ અંગે માહિતી મેળવી અમારી ક્વીક રિસ્પોન્સ ટીમ અને જમ્મુ-કાશ્મીર પોલીસે કામ શરુ કરી દીધું હતું. જો કે આતંકીઓ તરફથી કોઈ ફાયરીંગ કરવામાં આવ્યુ નથી. સીઆરપીએફે ફાયરીંગ કરતા જ તેઓ ભાગી છૂટ્યા હતા. અત્યારે આ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
મહત્વનુ છે કે, શનિવારે સવારે જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. જેમાં અત્યાર સુધી ૫ જવાન શહિદ થયા છે, જ્યારે ૩ આતંકી ઠાર થયા છે.
