Not Set/ સલમાનને કારણે મારી ઓળખ ઉભી થઇ

મુંબઇ, બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને બોલીવુડને અનેક નવા ચહેરા આપ્યા છે.સલમાન ખાને ઘણા ઓછા જાણીતા લોકોને પણ બોલીવુડમાં એન્ટ્રી અપાવી છે અને તેમની એક અભિનેત્રી ઝરીન ખાન છે. ઝરીન માને છે કે, તેને લોકો સલમાન ખાનના કારણે ઓળખે છે. ઝરીન કહે છે, કે સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે મને વીર ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો તે મારા […]

Entertainment

મુંબઇ,

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને બોલીવુડને અનેક નવા ચહેરા આપ્યા છે.સલમાન ખાને ઘણા ઓછા જાણીતા લોકોને પણ બોલીવુડમાં એન્ટ્રી અપાવી છે અને તેમની એક અભિનેત્રી ઝરીન ખાન છે. ઝરીન માને છે કે, તેને લોકો સલમાન ખાનના કારણે ઓળખે છે.

ઝરીન કહે છે, કે સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે મને વીર ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો તે મારા જીવનની સૌથી સુખદ પળ હતી. ફિલ્મ વીર બોક્સ ઓફિસ પર સારી કમાણી નથી કરી, પરંતુ મારી ઓળખ ઉભી કરી છે. હું સલમાન ખાનની આભારી છું. સાથે એ પણ જણાવ્યું કે, વીર ફિલ્મ મારા હાર્ટની સૌથી નજીકની ફિલ્મ છે. ફિલ્મ વીરના કારણે મને બીજી ફિલ્મો મળતી થઈ છે. માટે વીરને યાદ રાખવી જરૂરી છે. વીર ફિલ્મ પછી મને રેડી અને હાઉસફુલ ફિલ્મ મળી છે. આ મોટા બજેટની ફિલ્મોએ મારી કારકિર્દીને અનેરો વળાંક આપ્યો હતો.

ઝરીન કહે છે, કે ફિલ્મ રેડીમાં મારો રોલ માત્ર એક સોંગ પુરતો જ હતો. ત્યાર બાદ હાઉસફૂલ ટુ ફિલ્મ મલ્ટિસ્ટાર હતી આ ફિલ્મમાં મારો રોલ સારો હતો,જો કે તો પણ મારી પૂરતી નોંધ લેવાઇ ન હતી. હેટ સ્ટોરી થ્રી પછી મને સોલો ફિલ્મો મળતી થઇ છે અને મારી એક અલગ ઓળખ ઉભી થઈ છે.