અમદાવાદ,
સોમવારે એક દિવસની મુલાકાતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. જસ્ટિન ટ્રુડો ગુજરાતની મુલાકાત દરમિયાન જુનાવાડજ ખાતે આવેલા ગાંધીઆશ્રમની મુલાકાત લીધી, જસ્ટિન ટુડોએ ગાંધીજીની કૃતિઓ નિહાળી, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો તેમના પત્ની તથા બાળકો ભારતીય પોષાકમાં સજ્જ હતાં.
#WATCH: Canadian PM #JustinTrudeau along with his wife Sophie and children Xavier, Hadrien & Ella-Grace at Sabarmati Ashram in Ahmedabad. pic.twitter.com/fAAK03R4k7
— ANI (@ANI) February 19, 2018
જો કે ત્યારબાદ જસ્ટિન ટ્રુડો પાટનગર ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની મુલાકાત લેવાના છે. અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરશે. બાદમાં આઇઆઇએમ ખાતે વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના છે. આ ઉપરાંત કેનેડાના પીએમ અને ગુજરાતના સીએમ વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાવવાની છે.
