Not Set/ સુરત: 100 શ્લોક બોલતા મિતે કેટની પરીક્ષામાં પણ મેળવ્યા 100 પરસેન્ટાઇલ

સુરત, કહે છે ને જે મહેનત કરે તેનું ફળ હમેશાં સારું જ મળે છે. ઘણીવાર આપણે એમ વિચારતા હોઈએ છીએ કે, ભણવા માટે કોઈ નામચીન કોલેજમાં અભ્યાસ કરવાથી વધારે માર્ક લાવી શકાય છે. ત્યાં સારું શિક્ષણ મળે છે પણ એવું કઈ જરૂરી હોતું નથી ભણવા માટે વાંચન મનન ની જરૂર છે. જેટલી મહેનત કરીશું તેનું […]

Gujarat
meet સુરત: 100 શ્લોક બોલતા મિતે કેટની પરીક્ષામાં પણ મેળવ્યા 100 પરસેન્ટાઇલ

સુરત,

કહે છે ને જે મહેનત કરે તેનું ફળ હમેશાં સારું જ મળે છે. ઘણીવાર આપણે એમ વિચારતા હોઈએ છીએ કે, ભણવા માટે કોઈ નામચીન કોલેજમાં અભ્યાસ કરવાથી વધારે માર્ક લાવી શકાય છે. ત્યાં સારું શિક્ષણ મળે છે પણ એવું કઈ જરૂરી હોતું નથી ભણવા માટે વાંચન મનન ની જરૂર છે. જેટલી મહેનત કરીશું તેનું ફળ એટલું જ શારુ મળવાનું છે, આવું જ કઈ સુરતમાં રહેતા મિત અગ્રવાલે કર્યું છે, તેને કેટની પરીક્ષામાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યાં છે.

દોઢ વર્ષની ઉંમરે જ 100 જેટલા શ્લોક બોલી જતા સુરતના મીત અગ્રવાલે કેટની પરીક્ષામાં 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. મીતે પુસ્તકિયા અભ્યાસ કરતા પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવા પર વધુ ભાર આપતો હતો. આટલું જ નહીં, તે ચેસમાં નેશનલ ચેમ્પિયન હોવા ઉપરાંત મીત ટેબલ ટેનિસમાં ગુજરાતની ટીમનો કેપ્ટન હતો.

તેના કુટુંબમાં સગી બહેન સહિત 12 જેટલા ભાઇ-બહેનો આઇઆઇએમમાં અભ્યાસ કરે છે. એક મહત્ત્વની વાત એ પણ છે કે તેણે કોઇ મેટ્રો શહેરની નામાંકિત કોલેજની જગ્યાએ સુરતની એક સામાન્ય કોલેજમાં અભ્યાસ કરીને આ સિદ્ધિ મેળવી છે. તે સીએની એન્ટ્રન્સમાં પણ દેશભરમાં ટોપ 5માં હતો.

હાલમાં મીત નર્મદ યુનિવર્સિટીની એસ. ડી. જૈન કોલેજમાં ટીવાય બીકોમમાં તેમજ સીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. કેટ-2017માં દેશના કુલ 1,99,632 વિદ્યાર્થીઓને પાછળ રાખી મીત અગ્રવાલે 100 પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. તેણે 300 માર્કની પરીક્ષામાંથી 245 માર્ક મેળવ્યા છે.

તેણે ધોરણ-10માં 10 સીજીપીએ તેમજ 12 કોમર્સમાં 97.2 ટકા હાંસલ કર્યા છે. સુરતમાં ઘોડદોડ રોડ સ્થિત રત્ન મહલમાં રહેતા મીતના પિતા તરૂણ અગ્રવાલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને માતા મીના ડાન્સ ટીચર છે. મોટી બહેન સ્તુતિએ હાલમાં જ આઇઆઇએમ જયપુરથી અભ્યાસ પૂરો કર્યો છે. પરિવારમાં 12 ભાઇ બહેનો આઇઆઇએમમાં પ્રવેશ લઇ ચૂક્યા છે.