Not Set/ મહારાષ્ટ્રમાં થઇ રહેલા ખેડૂતોના આંદોલન પાછળ આ ૩ ચહેરાઓનો છે ટેકો, જુઓ

મુંબઈ, લોન માફી, ખેતપેદાશોના મહત્તમ ભાવ અને સ્વામીનાથન કમિશનને લાગુ કરવા સહિતની અપૂરતી માંગોને લઇ વિરોધ કરી રહેલા ખેડૂતો મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યા છે. છેલ્લાં પાંચ દિવસથી મહારાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી અનેક કિલોમીટર કાપીને ખેડુતો સોમવારે વહેલી સવારથી મુંબઇ એકઠાં થયાં હતા. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(માર્ક્સવાદી)ના નેજા નીચે ઓલ ઇન્ડિયા કિસાન સભાના મોર્ચા દ્વારા આ […]

India

મુંબઈ,

લોન માફી, ખેતપેદાશોના મહત્તમ ભાવ અને સ્વામીનાથન કમિશનને લાગુ કરવા સહિતની અપૂરતી માંગોને લઇ વિરોધ કરી રહેલા ખેડૂતો મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યા છે. છેલ્લાં પાંચ દિવસથી મહારાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી અનેક કિલોમીટર કાપીને ખેડુતો સોમવારે વહેલી સવારથી મુંબઇ એકઠાં થયાં હતા. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(માર્ક્સવાદી)ના નેજા નીચે ઓલ ઇન્ડિયા કિસાન સભાના મોર્ચા દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં ૪૦૦૦૦ ખેડૂતો શામેલ છે. પરંતુ રાજકીય નેતાઓને લઇ દેશનો સામાન્ય નાગરિક પણ હેરાન છે કારણ કે આટલી મોટી માત્રામાં ખેડૂતો એકસાથે કેવી રીતે આવ્યા ?

આ ખેડૂત આંદોલન પાછળ જે નેતાઓ શામેલ છે જેમાં જીવા પાંડુ ગાવિત, શોક ધાવલે અને અજીત નવાલેનો સમાવેશ થાય છે.

જીવા પાંડુ ગાવિત :

જીવા પાંડુ ગાવિત મહારાષ્ટ્રના એ નેતાઓમાં પ્રખ્યાત છે જેઓ પોતાના સાદગીભર્યા જીવન જીવવા માટે ગણવામાં આવતા હોય છે. આદિવાસી સમુદાયમાંથી આવતા જીવન પાંડુ જીવા કાલવનથી સાત વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી લેફ્ટના નજીકનો ચહેરો માનવામાં આવે છે. આ આંદોલનમાં શામેલ થવાવાળા આદિવાસીઓ પાછળ આ નેતાનું જ દિમાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, જીવા પાંડુ ફોરેસ્ટ અધિકાર કાયદો ૨૦૦૬ અંતર્ગત આદિવાસીઓને તેમની વારસાગત જમીન અંગે પોતાની માલિકીનો હક આપવા માટે લડી રહ્યા છે.

શોક ધાવલે :

શોક ધાવલેને ટુંક સમય પહેલા જ અખિલ ભારતીય કિસાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પહેલા કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા હતા.તેઓ સામાજિક કાર્યકર ગોદાવરી પારુલેકરને પોતાના આદર્શ માનતા હતા.

કિસાનસભાના અધ્યક્ષ બનતા પહેલા તેઓ ૧૯૯૩માં થાણે અને પાલઘરમાં કૃષિ સાથે જોડાયેલા મુદ્દાઓ. સ્વામીનાથન કમિશન સહિતના મુદ્દાઓ અંગે અવાજ ઉઠાવતા આવ્યા છે. આ પહેલા ધાવલે જયારે પ્રકાશમાં આવ્યા હતા ત્યારે રાયગઢમાં તેઓએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિરુધ અવાજ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મુંબઈ-નાગપુર એક્સપ્રેસ પ્રોજેક્ટની વિરુધ પ્રદર્શન કરી ચુક્યા છે.

અજીત નવાલે :

અજીત નવાલે ૨૦૧૭ના ખેડૂત આંદોલનના પ્રમુખ ચહેરાઓમાંથી એક છે. તેઓ દ્વારા કરવામાં અઆવેલા આંદોલન બાદ મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રમાં ખેડૂતોની લોન માફીની સ્કીમ અને ખેતપેદાશોની ૧.૫ ગણી કિંમત આપવાનું એલાન કર્યું હતું.

જયારે મહારાષ્ટ્રમાં ખેડૂતોએ શાકભાજી અને ફળ શહેરોમાં ન મોકલવા માટે હડતાળ કરી હતી ત્યારે આ મુદ્દે વાતચીત કરવા માટે સરકાર દ્વારા ગઠિત કરવામાં આવેલી કમિટીમાં અજીત નવાલે પણ હતા.