Not Set/ લોકસભામાં પાસ થયું એમેંડમેન્ટ બીલ, પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને મળશે ૨૦ લાખ રૂ.ની ગ્રેજ્યુઇટી

દિલ્લી, દેશભરમાં પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે લોકસભામાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એમેંડમેન્ટ બીલ ૨૦૧૭ને પસાર કરવામાં આવ્યું છે. આ બીલ બાદ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓ માટે ગ્રેજ્યુઇટી ૧૦ લાખ રૂપિયાથી વધીને ૨૦ લાખ રૂપિયા સુધી થઇ ગઈ છે. સંસદના નીચલા ગૃહ લોકસભામાં સવારથી જ PNB સ્કેમ, આંધ્રપ્રદેશને […]

Top Stories

દિલ્લી,

દેશભરમાં પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે લોકસભામાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એમેંડમેન્ટ બીલ ૨૦૧૭ને પસાર કરવામાં આવ્યું છે. આ બીલ બાદ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓ માટે ગ્રેજ્યુઇટી ૧૦ લાખ રૂપિયાથી વધીને ૨૦ લાખ રૂપિયા સુધી થઇ ગઈ છે.

સંસદના નીચલા ગૃહ લોકસભામાં સવારથી જ PNB સ્કેમ, આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવા સહિતના અનેક મુદ્દાઓ અંગે BJP તેમજ અન્ય પક્ષોના ભારે હંગામા વચ્ચે આ બીલને મંજૂરી આપવામાં આવી હતી. લોકસભામાં શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવારે આ બીલને રજૂ કર્યું હતું.

આ બીલ પસાર થયા પછી પ્રાઇવેટ સેક્ટર અને સરકારના અધિકૃત સાર્વજનિક કંપનીઓ તેમજ સ્વયં સંસ્થાઓના કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની મહત્તમ સીમામાં વધારો થશે.

મહત્વનું છે કે, તાજેતરમાં ૧૦ થી વધુ વ્યક્તિઓ નિયુક્ત કરતી સંસ્થાઓ માટે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી અમેંડમેન્ટ બીલ ૧૯૭૨ લાગુ કરવામાં આવ્યું છે. આ બીલમાં ફેકટરીઓ, ખાણો, પેટ્રોલિયમ પેદાશો સાથે સંકળાયેલી કંપનીઓ, રેલ કંપનીઓ તેમજ દુકાનોમાં કામ કરવાવાળા કર્મચારીઓ શામેલ છે જેઓએ કોઈ એક કંપનીમાં નિયમિત ૫ વર્ષથી વધુની સેવા પ્રદાન કરી છે.

આ પહેલા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એમેંડમેન્ટના એક્ટની કલમ ૪ મુજબ, ગ્રેજ્યુઇટીની મહત્તમ સીમા ૨૦૧૦માં ૧૦ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. જે હવે વધારીને ૨૦ લાખ કરવામાં આવી છે.

સરકાર નક્કી કરશે મેટરનિટી લીવ :

આ ઉપરાંત ગ્રેજ્યુઇટી એમેંડમેન્ટ બીલ પાસ થયા બાદ કેન્દ્ર સરકાર હવે કોઈ પણ કર્મચારીને કેટલી મેટરનિટી લીવ આપવી એ પણ નક્કી કરી શકશે. આ પહેલા મેટરનિટી બેનિફિટ એમેંડમેન્ટ એક્ટ ૨૦૧૭ મુજબ, કર્મચારીઓને આપતી મેટરનિટી લીવ ૧૨ સપ્તાહથી વધારી ૨૬ સપ્તાહ કરવામાં આવી હતી. જયારે હવે આ બીલ પાસ થયા બાદ સરકાર મહત્તમ મેટરનિટી લીવની સંખ્યા નક્કી કરી શકાશે.