અમદાવાદ
અમદાવાદનાં વાડજ જેવા ધમધમતા વિસ્તારમાં નજીવી બાબતે યુવકની હત્યા કરી દેવામાં આવી. રાણીપ બીઆરટીએસ ડમ્પિંગ સાઈડ પાસે યુવકની હત્યા કરી નાંખવામાં આવી છે. અમદાવાદમાં છાશવારે અપરાધની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે સામાન્ય બોલાચાલીમાં નજીવી બાબતે તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી.

પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હત્યા મામલે શંકાસ્પદ બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. મૃતકનાં પરિવારે આ હત્યાની જાણ થતાં મૃતકનાં પરિવારે આક્રંદ સાથે રોષ વ્યક્ત કર્યો હતો.
