Not Set/ રાજ્યભરમાં ડો.બાબાસાહેબની જન્મજયંતી ઉજવાઇ, અમુક વિસ્તારમાં સર્જાયું ઘર્ષણ

ગુજરાત, દેશભરમાં ભારતના બંધારણનાં ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબની 127મી જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સુરત શહેરમાં આંબેડકર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં રીંગરોડ પર આવેલી બાબાસાહેબની પ્રતિમાને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉજવણી નીમિતે શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટા પ્રમાણમાં શહેરીજનો ઉપસ્થિત […]

Top Stories

ગુજરાત,

દેશભરમાં ભારતના બંધારણનાં ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબની 127મી જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સુરત શહેરમાં આંબેડકર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં રીંગરોડ પર આવેલી બાબાસાહેબની પ્રતિમાને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉજવણી નીમિતે શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટા પ્રમાણમાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પુષ્પાંજલિ બાદ કોંગ્રેસ પર વાક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે કોંગ્રસ જીગ્નેશ મેવાણીને હાથો બનાવી વિરોધની રાજનીતિ કરી રહી છે. આ રાજનીતિ ભારતીય બંધારણની વિરૂદ્ધ છે. બાબાસાહેબ માટે કોંગ્રસે કઇ કર્યુ નથી. તોફાની તત્વો કોંગ્રસના ઇશારે કામ કરી દેશની શાંતિ ડહોળવાનુ કામ કરી રહ્યા છે.

ભુજમાં  જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ભુજ ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, ભુજ નગરપતિ અશોક હાથી, જિલ્લા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેષ ખંડોર, ભાડાના પુર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરા, નગરસેવિકા ગોદાવરીબેન ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

મહેસાણા

મહેસાણામાં બાબસાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા બાબા સાહેબને હર પહેરાવી શ્રધાંજલિ આપવામાં આવી હતી.જેમાં ભાજપના નેતાઓ ત્યાં હાજરી આપી હતી.

મહેસાણામાં દલિત સમાજના લોકોમાં નીતિન પટેલને લઈ રોષ જોવા મળ્યો હતો. કારણ કે નીતિનભાઈ ભાજપનો ખેસ પહેરીને આવ્યા હતા. જેથી સમાજના આગેવાનો દ્વારા મૂર્તિને દૂધ અને પાણીથી ધોઈને શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

ગાંધીનગર

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. ત્યારે જણાવ્યુ હતુ કે સરકાર કોઇપણ વ્યક્તિ કે સમાજને બંધારણે આપેલા અધિકારોની રક્ષા કરે અને સૌને સમાન ન્યાય અધિકાર માટે સંકલ્પ બદ્ધ છે અને હમેશાં રહેવાની જ છે. તેમણે ડો.બાબાસાહેબ ને સવાસો કરોડ દેશ વાસીઓના નેતા ગણાવતા સૌને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી છે.

વડોદરા

વડોદરામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલિ કરવામાં આવી હતી. ત્યારે આ પુષ્પાજંલિ દરમિયાન દલિત અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયુ. વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની રેલી યોજાઇ હતી. આ રેલી દરમિયાન બાબાસાહેબની પુષ્પાજલિ કરતા દલિતો અને ભાજપના કાર્યકરો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારે તેના લીધે બંન્ને વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ.

દલિતોને બાબાસાહેબની પુષ્પાજલિ કરતા ભાજપના કાર્યકરો દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેના લીધે બંન્ને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. ત્યારે આ ઘટના બનતા અનેક સવાલો ઉભા થાય છે કે શું દલિતોને બાબાસાહેબની પ્રતિમા પર પુષ્પાજલિ કરવાનો અધિકાર નથી? શું દલિતોને હવે આ અધિકાર મેળવવા માટે પણ લડવુ પડશે. ? ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દલિતો પોતાના હકો મેળવવા માટે લડી રહ્યા છે. ત્યારે વધુ એકવાર રેસકોર્સ વિસ્તારમાં દલિતો અને ભાજપમાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા ચકચાર મચી જવા પામી હતી.