Not Set/ પોરબંદર: ભાજપના કોર્પોરેટર અને કાર્યકર્તાને ઉતાર્યા મોતને ઘાટ

પોરબંદર, રાજ્યમાં દિવસે દિવસે મર્ડરની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એકવાર પોરબંદરના રાણાવાવના આદિત્યાણામાં જુના મનદુ:ખથી ડબલ મર્ડરની ઘટના બની હતી. મળતી માહિતી ભાજપના એક નગર સેવક અને કાર્યકરની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાણાવાવ નગર પાલિકાના ભાજપના કોર્પોરેટર હાજા વિરમ ખુંટીને ગત વર્ષની ચૂંટણી વખતે કેટલાક લોકો સાથે મતભેદ થયા […]

Top Stories

પોરબંદર,

રાજ્યમાં દિવસે દિવસે મર્ડરની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એકવાર પોરબંદરના રાણાવાવના આદિત્યાણામાં જુના મનદુ:ખથી ડબલ મર્ડરની ઘટના બની હતી. મળતી માહિતી ભાજપના એક નગર સેવક અને કાર્યકરની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાણાવાવ નગર પાલિકાના ભાજપના કોર્પોરેટર હાજા વિરમ ખુંટીને ગત વર્ષની ચૂંટણી વખતે કેટલાક લોકો સાથે મતભેદ થયા હતા.

સોમવારે સવારે હાજા વિરમ ખુંટી અને તેમના મિત્ર કાના ભુરા કડછા ઉપર કેટલા અજાણ્યા લોકો હથિયારો સાથે તૂટી પડતા બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બન્ને લોકોના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા આસપાસ તેમના કાર્યકર્તાઓ ભીડ જામી ગઈ હતી અને સ્થિનિયંત્રણની બહાર જતા પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવટથી કામ લઈને મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.

ડબલ મર્ડર હત્યાને લઈને મેર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ સમગ્ર ઘટનાને ત્રણ લોકોએ અંજામ આપ્યા હોવાની વાત બહાર આવી છે. આ ઘટનામાં હાજા વિરમ ખુંટીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જયારે કાના ભૂરા કડછાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું થોડાક જ ક્ષણમાં મોત થઇ ગયું હતું. આદિત્યાણમાં  મૃતક આદિત્યાણા નગર પાલિકાના કાઉન્સિલર છે. કાઉન્સિલર તેમજ એક આધેડની હત્યા કરીને 3 શખ્સો ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.