મુંબઈ
ફિલ્મ દબંગ -3નું શુટિંગ જલ્દીજ શરૂ કરવામાં આવશે ત્યારે આ ફિલ્મ માટે એક્ટ્રેસની પસંદગી કરવામાં આવી રહી આ ફિલ્મ માટે સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા તો ફાઈનલ જ છે.
માહિતી મળી રહી છે કે આ ફિલ્મમાં સલમાન એક નવો જ ચહેરો સામે લાવવાના છે સલમાન પોતાની ફિલ્મોમાં નવા ટેલેન્ટને હમેશા મોકો આપતા હોય છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મમાં સલમાના ફ્રેન્ડ મહેશ માંજરેકરની છોકરી અશ્વામી માંજરેકર બોલીવુડમાં એન્ટ્રી કરી શકે છે. સલમાન અને મહેશ માંજરેકરની દોસ્તી ઘણી સારી છે.

માહિતી તો એ પણ મળી રહી છે, કે ફિલ્મ દબંગ -3માં મોની રોય કેમિયો રોલ કરતી જોવા મળશે પરંતુ મીજવાન ફેશન શોમાં મોનીએ આ વાતનું ખંડન કર્યું હતું.
આ ફિલ્મના ડાયરેક્ટર પ્રભુ દેવા છે અને આ ફિલ્મની સ્ટોરી ચુલબુલ પાંડેની ટીનએજ રોમન્સ લવ જોવા મળશે.
