મુંબઈ,
મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૧૩ રને શાનદાર વિજય મેળવ્યો છે. મુંબઈની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૮૨ રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૬૮ રન જ બનાવી શકી હતી અને ટુર્નામેન્ટમાં સતત ત્રીજી હાર થઇ હતી. જયારે આ વિજય સાથે જ MIની પ્લેઓફમાં એન્ટ્રી લેવાની આશા હજી જીવંત છે.
That is that from Wankhede as the @mipaltan beat #KKR by 13 runs.#MIvKKR #VIVOIPL pic.twitter.com/4wqhm7O9wI
— IndianPremierLeague (@IPL) May 6, 2018
મુંબઈ ઇન્ડિયન્સની ટીમના શાનદાર વિજયના હિરો સ્ફોટક ઓપનર બેટ્સમેન એવીન લુઇસ, ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ રહ્યા હતા. પરંતુ હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. પંડ્યાએ માત્ર ૨૦ બોલમાં ૩૫ રન બનાવ્યા હતા જયારે ૪ ઓવરમાં ૧૯ રન આપી ૨ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી MIની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૮૧ રનનો સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈની શરૂઆત સારી રહી હતી અન કેરેબિયન સ્ફોટક બેટ્સમેન એવીન લુઇસ અને સૂર્યકુમાર યાદવની જોડીએ ૯૧ રનની ભાગીદારી નોધાવી હતી. એવીન લુઇસે ૨૮ બોલમાં ૪૩ રન બનાવી આઉટ થયો હતો જયારે ઇન્ફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ૩૯ બોલમાં ૫૯ રન તુફાની ઇનિંગ્સ રમી હતી.
જો કે ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા માત્ર ૧૧ રન બનાવી શક્યો હતો જયારે ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ ૨૦ બોલમાં ૩૫ રન ફટકાર્યા હતા. KKRની ટીમ તરફથી સ્પિન બોલર સુનિલ નરેને અને પિયુષ ચાવલાએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી
મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૮૨ રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓસ્ટ્રેલિયન સ્ફોટક ઓપનર ક્રિશ લિન માત્ર ૧૭ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે શુભમાન ગીલ પણ માત્ર ૭ રન બનાવી હાર્દિક પંડ્યાનો પ્રથમ શિકાર બન્યો હતો.
બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન રોબિન ઉથ્થપાએ ૩૫ બોલમાં ૫૪ રન બનાવ્યા હતા. જયારે નીતિશ રાનાએ ૩૧ રન અને કેપ્ટન દિનેશ કાર્તિક ૨૬ બોલમાં ૩૬ રન ફટકાર્યા હતા પરંતુ તેઓ તેઓ પોતાની ટીમને વિજય અપાવી શક્યા ન હતા. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ ૨ વિકેટ ઝડપી હતી.
