Not Set/ લોકતંત્રની મર્યાદાને નીચે લઇ જવાનો કરાઈ રહ્યો છે પ્રયાસ : રાહુલ ગાંધી

બેંગ્લુરુ, કર્ણાટકમાં વિધાનસભા ગૃહમાં કરવામાં આવેલા ફ્લોર ટેસ્ટમાં ફેલ થયા બાદ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે ભાજપની સરકારની આ નાકામી પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં થયેલા હાઈ વોલ્ટેજ […]

Top Stories Trending

બેંગ્લુરુ,

કર્ણાટકમાં વિધાનસભા ગૃહમાં કરવામાં આવેલા ફ્લોર ટેસ્ટમાં ફેલ થયા બાદ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે ભાજપની સરકારની આ નાકામી પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે.

દિલ્હી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાને લોકતંત્રની જતી ગણાવી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું, 

ભાજપે લોકશાહીની તમામ સંસ્થાઓને કચરો બનાવી દીધી છે અને તેને કમજોર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

તાકાત અને પૈસો એ બધું હોતું નથી.

ભાજપે કર્ણાટકમાં જનાદેશનું અપમાન કર્યું છે.

ભારતમાં જનતા સર્વોપરી છે.

પ્રધાનમંત્રી મોદી અને અમિતશાહને લાગે છે કે કોઈ પણ સંવૈધાનિક સંસ્થાને ખતમ કરી શકાય છે.

લોકતંત્રની મર્યાદાને નીચે લઇ જવાનો પ્રયાસ

કોંગ્રેસ-જેડીએસના તમામ ધારાસભ્યોને શુભેચ્છાઓ.

ગૃહમાં રાષ્ટ્રગીત વાગતા પહેલા જ ભાજપના ધારાસભ્યો બહાર નીકળી ગયા હતા.

ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે પીએમ મોદી.

ભાજપ અને RSSને અમે બોધપાઠ ભણાવીશું.

અમે દેશની જનતાના અવાજનું રક્ષણ કરીશું.

આ પહેલા તેઓ ગોવા, મણિપુરમાં પણ જનાદેશનું અપમાન કર્યું હતું.

પીએમ મોદીની મિજાજ લોકતાંત્રિક નહીં પણ તાનાશાહ જેવી છે.

ભારતમાં તાકાત જ બધું નથી પણ લોકોની ઈચ્છાશક્તિ જ બધું છે.

અમારા દ્વારા આ અંગે દેશના લોકોને પણ જણાવ્યું છે અને ભાજપના અહંકાર  ગણાવ્યો છે.

આ દેશને કેવી રીતે ચલાવવામાં આવી રહ્યો છે તેની પણ એક સીમા છે.

દેશની જનતાએ ટેલિવિઝન પર જોયું હતું કે કર્ણાટક વિધાનસભામાં રાષ્ટ્રગીત વાગતા પહેલા જ ભાજપના ધારાસભ્યો ઉભા થઈને ચાલ્યા ગયા હતા. આ તેઓનો સ્વભાવ છે કે, તેઓ હિન્દુસ્તાનની તમામ સંસ્થાઓની ઈજ્જત કરતા નથી.

મને ગર્વ છે કે, કર્ણાટકની જનતાએ પ્રધાનમંત્રી, ભાજપના અધ્યક્ષ અને હત્યારોપી અમિત શાહને બતાવી દીધું છે કે લોકતંત્રને ખરીદી શકાતું નથી.