Not Set/ રાષ્ટ્રીય કૃત બેન્કોની બે દિવસીય હડતાલ, લાલદરવાજા વિસ્તારમાંથી યોજાઇ વિરોધ રેલી

દેશના તમામ બેન્કના કર્મચારીઓ બે દિવસીય હડતાલ પર ઉતર્યા છે. ત્યારે ઓલ ઇન્ડિયા બેંક યુનિયનના ગુજરાતના પ્રમુખ જનક રાવલની આગેવાનીમાં અમદાવાદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ.  લાલ દરવાજા ઇન્દુચાચાની પ્રતિમાથી વલ્લભસદન સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયો. મળતી માહિતી મુજબ બેંક કર્મચારીઓની પગાર વધારાની મુખ્ય માંગણી સાથે હડતાળ પાડવામાં આવી છે.  જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ અને […]

Top Stories Ahmedabad

દેશના તમામ બેન્કના કર્મચારીઓ બે દિવસીય હડતાલ પર ઉતર્યા છે. ત્યારે ઓલ ઇન્ડિયા બેંક યુનિયનના ગુજરાતના પ્રમુખ જનક રાવલની આગેવાનીમાં અમદાવાદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ.  લાલ દરવાજા ઇન્દુચાચાની પ્રતિમાથી વલ્લભસદન સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયો.

મળતી માહિતી મુજબ બેંક કર્મચારીઓની પગાર વધારાની મુખ્ય માંગણી સાથે હડતાળ પાડવામાં આવી છે.  જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ અને અધિકારીઓએ 30 મે થી 31મે સુધી હડતાળનું જાહેરાત કરી છે.  તેના લીધે સામાન્ય પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બેન્કોની હડતાલના કારણે લોકોને બેન્કને લગતા જરૂરી કામો માટે હવે બે દિવસની રાહ જોવી પડશે.  આ હડતાલ ભારતીય બેન્ક સંઘ-ઇન્ડિયન બેન્ક એસોસિએશન વેતનમાં માત્ર 2 ટકા વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરાયો છે.

દેશભરમાં રાષ્ટ્રીકૃત બેન્કોની બે દિવસીય હડતાલ પાડવામાં આવી છે.  બેંક કર્મચારીઓની પગાર વધારાની મુખ્ય માંગણી સાથે હડતાલ પાડવામાં આવી છે.  ઓલ ઇન્ડિયા બેંક યુનિયનના ગુજરાતના પ્રમુખ જનક રાવલની આગેવાનીમાં લાલદારવાજા ઇન્દુચાચાની પ્રતિમા થી વલ્લભસદન સુધી રેલી યોજી પોતાનો વિરોધ દર્શવ્યો હતો.