Not Set/ દિલ્હીને પૂર્ણ રાજ્યનો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર થયા બાદ કેજરીવાલે ભાજપ માટે આપી આ ઓફર

નવી દિલ્હી, રાજધાની દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રહેલી કોશિશના ભાગરૂપે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.  સોમવારે વિધાનસભામાં પસાર કરાયેલા આ પ્રસ્તાવ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું, “જયારે દિલ્હીને પૂર્ણ રાજ્યને દરજ્જો મળે છે ત્યારે અમે ૨૦૧૯ ચૂંટણીમાં ભાજપ માટે કેમ્પેઈન કરીશું”. Delhi Vidhan Sabha accepts the resolution on […]

Top Stories India Trending

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રહેલી કોશિશના ભાગરૂપે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.  સોમવારે વિધાનસભામાં પસાર કરાયેલા આ પ્રસ્તાવ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું, “જયારે દિલ્હીને પૂર્ણ રાજ્યને દરજ્જો મળે છે ત્યારે અમે ૨૦૧૯ ચૂંટણીમાં ભાજપ માટે કેમ્પેઈન કરીશું”.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારના પ્રશાસનના કામકાજને લઇ સરકાર અને LG અનિલ બૈજલ વચ્ચે પહેલેથી જ ખેંચતાણ જોવા મળી રહી છે, ત્યારે હવે પૂર્ણ રાજ્યના દરજ્જા સાથે પોતાની માંગોને લઇ વધુ એકવાર ચર્ચાનો મુદ્દો બની શકે છે.

વિધાનસભામાં ભાજપના કેમ્પેઈન કરવા અંગે કેજરીવાલે કહ્યું, “હું ભાજપને કહેવા માંગું છું કે, જયારે ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે તો અમે સુનિશ્ચિત કરીશું કે દિલ્હીના દરેક વોટ તમને મળે અને અમે બધા તમારા માટે કેમ્પેઈન કરીશું. પરંતુ જયારે તમે આ નહિ કરો ત્યારે દિલ્હીની જનતા “બીજેપી દિલ્હી છોડો”નું બોર્ડ લાગવીને ઘૂમશે”.

આ પહેલા રવિવારે મળેલી બેઠકમાં કેજરીવાલે કેન્દ્ર સરકાર અને LG પર નિશાન સાધ્યું હતું. આ અંગે જણાવતા તેઓએ કહ્યું, “દેશમાં ૧૯૪૭માં આઝાદી મળી હતી અને ૧૯૫૦માં લોકતંત્રની સ્થાપના થઇ ગઈ હતી. પરંતુ દિલ્હીમાં વાઇસરોયને હટાવી LGને બેસાડવામાં આવ્યા છે. આ કારણે અહીયાની સરકાર અને જનતાને આજ દિન સુધી દેશના બીજા રાજ્યોની જેમ તમામ અધિકારો મળ્યા નથી”.