Not Set/ આજના જ દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીને ચૂંટણી ભ્રષ્ટાચારમાં દોષિત ઠરાવ્યા હતા

12 જૂન ’18. 12 જૂન 1975 ના રોજ અલ્હાબાદ હાઈ કોર્ટે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની લોકસભા ચૂંટણીની ફતેહને ગેરકાયદેસર ઠરાવી હતી. આ ઘટના બાદ તેમના પર ચૂંટણીમાં ગડબડી કરવાના આરોપો લાગ્યા હતા. કોર્ટે તેમને ગાદી છોડવાંનો આદેશ કર્યો હતો અને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જયારે આ ઘટનાનાં અને કોર્ટનાં […]

Top Stories India Politics

12 જૂન ’18.

12 જૂન 1975 ના રોજ અલ્હાબાદ હાઈ કોર્ટે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની લોકસભા ચૂંટણીની ફતેહને ગેરકાયદેસર ઠરાવી હતી. આ ઘટના બાદ તેમના પર ચૂંટણીમાં ગડબડી કરવાના આરોપો લાગ્યા હતા. કોર્ટે તેમને ગાદી છોડવાંનો આદેશ કર્યો હતો અને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જયારે આ ઘટનાનાં અને કોર્ટનાં આદેશ પ્રત્યે ઇન્દિરા ગાંધીએ આંખ આડા કાન કર્યા હતા.

1971 માં ચૂંટણીમાં મળેલી કરારી હાર બાદ વિપક્ષના નેતા રાજ નારાયણે આ ચૂંટણીને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. જયારે કોર્ટે અરજી દાખલ થવાના ચાર વર્ષ બાદ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.

Indira Gandhi

સુનાવણી દરમિયાન ઇન્દિરા ગાંધીએ પોતાના તરફથી ઘણી દલીલો કરી હતી. કોર્ટે તેમને પોતાની ચૂંટણીમાં અનુમતિથી વધારે ખર્ચ અને રાજનીતિક કામોમાં સરકારી સ્ટાફ અને સંસાધનોનો દુરુપયોગ બદલ દોષિત જાહેર કર્યા હતા. જયારે ઇન્દિરા ગાંધીએ આ નિર્ણયને પડકાર આપવા સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે બધી પાર્ટીઓ આવું જ કરે છે. ઈન્દીરાના આ વર્તાવ પર વિપક્ષ એકજુટ થઇ ગયું હતું અને વિપક્ષ વિરુદ્ધ દેશવ્યાપી આંદોલનો શરુ કરી દીધા હતા.

Morarji Desai

આ સમયે ઇન્દિરા ગાંધીના આદેશથી હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મીડિયાને પણ સેન્સર કરી દેવામાં આવ્યું હતું.ઇન્દિરા ગાંધીએ આ વિરોધને દબાવવા માટે દેશમાં 25 જૂન 1975 ના રોજ આપાતકાલ જાહેર કરી દીધી હતો. આપાતકાલ લગભગ 21 મહિના ચાલ્યો હતો. ત્યાર બાદ 1977 માં ઇન્દિરા ગાંધીની કારમી હાર થઇ હતી અને દેશમાં પહેલીવાર મોરારજી દેસાઈની આગેવાનીમાં ગેરકોંગ્રેસી સરકાર બની હતી.